GSTV
Finance Trending

આ 2 બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે FD સ્કીમ 1 ઓક્ટોબરે થઈ જશે ખતમ, જલ્દી કરો રોકાણ!

કોવિડ-19 રોગચાળા દરમિયાન દેશની ઘણી મોટી બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ FD યોજનાઓ શરૂ કરી હતી. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દરોના હાલના લાભ ઉપરાંત, પ્રમાણભૂત દર કરતાં 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ દરો મળે છે. HDFC બેંક, ICICI બેંક, IDBI બેંક, SBI જેવી બેંકોએ વિશેષ એફડી યોજનાઓ શરૂ કરી હતી, પરંતુ તાજેતરમાં જ SBIએ તેની WECARE સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝિટ સ્કીમની માન્યતા અવધિ 31 માર્ચ 2023 સુધી લંબાવી છે. જો કે, HDFC બેંક અને IDBI બેંક 1 ઓક્ટોબર 2022થી વરિષ્ઠ નાગરિકો માટે તેમની વિશેષ FD યોજનાઓ સમાપ્ત કરવા જઈ રહી છે.

FD

HDFC બેંક સ્પેશિયલ FD

18 ઓગસ્ટ, 2022ના રોજ, HDFC બેંકે છેલ્લે રૂ. 2 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો. HDFC બેંક દ્વારા 18 મે, 2020ના રોજ સિનિયર સિટીઝન કેર FD જારી કરી હતી અને તે 30 સપ્ટેમ્બર, 2020 સુધી એક્ટિવ છે. આ યોજનામાં 5થી 10 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે, જેનાથી HDFC બેંક 6.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દર 5.75 ટકાનાં સ્ટાન્ડર્ડ રેટથી 75 બેસિસ પોઈન્ટ્સ વધારે છે.

HDFC બેંકની વેબસાઈટ અનુસાર, “વરિષ્ઠ નાગરિકોને 0.25%નું વધારે પ્રિમિયમ (0.50%નાં હાલના પ્રિમિયમથી વધારે) આપવામાં આવશે, જે 5 કરોડથી ઓછા માટે 5 લાખ એક દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદત માટે FD બુક કરાવવાનું વિચારે છે. આ સ્કીમ 18 મે 2020થી 30 સપ્ટેમ્બર 2022 સુધી માન્ય છે. આ વિશેષ ઓફર ઉપરોક્ત મુદત દરમિયાન વરિષ્ઠ નાગરિકો દ્વારા બુક કરવામાં આવેલી નવી FDની સાથે-સાથે નવીનીકરણ માટે પણ લાગૂ થશે, આ સ્કીમ ARI પર લાગૂ થતી નથી.

FD

ઇન્ડિયન બેંક સ્પેશિયલ FD

ખાનગી ક્ષેત્રની IDBI બેંકે 20 એપ્રિલ, 2022ના રોજ વરિષ્ઠ નાગરિકો માટે “IDBI નમન સિનિયર સિટીઝન ડિપોઝિટ” સ્પેશ્યલ FD પ્રોગ્રામ રજૂ કર્યો. આ સ્પેશિયલ એફડી સ્કીમની મેચ્યોરિટી પિરિયડ એક વર્ષથી 10 વર્ષ સુધીની હોય છે. તેની માન્યતા પિરીયડ 20 એપ્રિલ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધીનો છે. વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ FD સ્કીમ પર હાલના વધારાના 0.50% p.a. પર 0.25% નો વધારાનો વ્યાજ દર મળશે, જે 0.75% નો એકંદર વધારાનો લાભ આપશે. પ્રોગ્રામના માન્ય સમયગાળા દરમિયાન નવા ખાતાઓ તેમજ નવીકરણ થાપણો પર વધારાના દરો ઓફર કરવામાં આવશે.

READ ALSO:

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV