સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહ્યા છે. ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી શકાય છે. તમારૂ બેન્ક એકાઉન્ટ એક ભૂલથી ખાલી થઈ શકે છે. આવામાં એ જરૂરી છે કે તમે આવી છેતરપિંડીથી સાવચેત રહો. હવે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ સામે આવે છે.

સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ક્યારેક પાવર કટના નામે તો ક્યારેક નોકરી અપાવવાના નામે લોકોને મેસેજ કરવામાં આવે છે. આ મેસેજની સાથે એક લિંગ પણ શેર કરવામાં આવે છે. લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારી અનેક વિગતો મેળવવામાં આવે છે.
આ વિગતોનો ઉપયોગ કરીને સ્કોમર્સ લોકોની સાથે છેતરપિંડી કરે છે. અહીંયા અમે તમને આવા જ ટોપ સ્કેમવાળા મેસેજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને પણ આવા મેસેજ મળી રહ્યા છે તો સાવચેત થઈ જવાની જરૂર છે. આમાં પહેલો મેસેજ જોબના માટેનો હશે.
1. જોબ આપવાના નામે સાયબર ફ્રોડ
આમાં યુઝરને કહેવામાં આવે છે કે તેમની જોબ એપ્લીકેશન મંજૂર થઈ ગઈ થે. ત્યારબાદ યુઝરને પગાર પણ કહેવામાં આવે છે. પછી છેલ્લે એક લિંક આપીને તેના ઉપર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ વોટ્સએપ ચેટની લિંક હોય છે. તેનાથી તમારી વોટ્સએપ ચેટ સ્કેમરની સાથે ઓપન થઈ જશે. ત્યારબાદ તે સરળતાથી તમારી અંગત વિગતો મેળવીને છેતરપિંડીને અંજામ આપે છે.
2. બેન્ક એકાઉન્ટ બ્લોકના નામે ફ્રોડ
બીજા પ્રકારના સ્કેમમાં યુઝરને બેન્ક એકાઉન્ટ અથવા કાર્ડ બ્લોક થયા અંગેની ખોટી જાણ કરવામાં આવશે. ગઠિયાઓ ફોન કે મેસેજના માધ્યમાંથી નેટબેન્કિંગ બ્લોક થઈ ગયો હોવાનો ખોટો દાવો કરશે પરતું તમારે ભૂલથી પણ તેમના દ્વારા આપેલી ફિશિંગ લિંક પર ક્લિક કરવાનું નથી

3. પાવર કટના નામે સ્કેમ
વીજળીના બિલ મુદ્દે પણ હવે સ્કેમ કરવામાં આવે છે. સાયબર ગઠિયાઓ ગ્રાહકોને ખોટા મેસેજ કરે છે કે તેમનો વીજળીનો બિલ બાકી છે અથવા તેમની વીજળી કાપવામાં આવશે. તેનાથી બચવા માટે તેમને એક નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. આ નંબર સ્કેમરનો હોય છે. સ્કેમર તમારી તમામ પર્સનલ વિગતો મેળવી લે છે. તેનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા માટે થાય છે.
4. લોન મંજૂરી અંગે સ્કેમ
આ સિવાય લોન આપવાના નામે યુઝરની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. પહેલા તો યુઝરને મેસેજ કરવામાં આવે છે કે તેમની લોન પ્રિ-અપ્રુવ્ડ થઈ ગઈ છે. ત્યારબાદ એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. તેના પર તમારી પાસેથી અંગત માહિતી મેળવીને છેતરપિંડીને અંજામ આપવામાં આવે છે.
5. કસ્ટમ વિભાગના નામે લોકોને બનાવવામાં આવે છે શિકાર
હવે એક નવું સ્કેમ ઝડપથી ચાલી રહ્યું છે. તેમાં યુઝરને એક મેસેજ સેન્ડ કરીને જણાવવામાં આવે છે કે તેમની એક મોંઘી ગિફ્ટ કસ્ટમ વિભાગ પાસે જમા છે. તે મેળવવા માટે કસ્ટમ ડ્યૂટી ચૂકવવાનું કહેવામાં આવે છે. કસ્ટમ ડ્યૂટીના નામે આ છેતરપિંડી થાય છે. પૈસા આપ્યા બાદ સ્કેમર્સ તમારી સાથે વાતચીત બંધ કરી દે છે
Also Read
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું