ભારતમાં પાણી પછી ચા જ એક પીણું છે, જે સૌથી વધુ પીવામાં આવે છે. સવારે ઉઠવાની સાથે જ લોકો ચા પીવાનું પસંદ કરે છે. આ સિવાય દિવસમાં ઘણીવાર લોકો ચા પીવે છે. મોટાભાગના લોકોને ચા પીવાથી તાજગીનો અનુભવ થાય છે, પરતું આ વાતમાં કી શંકા નથી કે ચા પીવાના ઘણા નુકસાન પણ છે. કારણ કે તેમાં કેફીન પણ હોય છે. કેફીનતી બલ્ડ પ્રેશરમાં વધારો થઈ શકે છે. એટલું જ નહિ ખાલી પેટ ચા પીવાથી અપચાની સમસ્યા પણ થઈ શકે છે. પરતું સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ ચાની ટેવ છોડવા માંગે છે તો તેની પાસે ક્યા વિકલ્પ ઉપલબ્ધ છે.

આ રીતે છોડો ચાની ટેવ
ચાનું સેવન ઓછું કરો
ચાની ટેવ છોડવા માટે ઘણો બલિદાન આપવો પડે છે, ખાસ કરીને એવા લોકો જે જેમને માથો દુખવા પર દવા નહિ પરતું ચા યાદ આવે છે. પરતું જો વાસ્તવમાં ચાનું સેવન છોડવા માંગે છે, તો ધીમે ધીમે નિયમિત રીતે તેનું સેવન ઓછું કરી દેવું જોઈએ અને આની જગ્યાએ તમે કંઈક બીજું ખાઈ શકો છો. આવું કરવાથી તમને ચા છોડવામાં મદદ મળશે.
હર્બલ ચાનું સેવન કરો
કેટલાક લોકો ચા પ્રત્યે ખુબ જ ક્રેઝી હોય છે. પરતું કોઈક કારણસર તેમને ચા છોડવી પડે છે. પરતું જો તમે તેને છોડવા માંગતા નથી, તો ચાની જગ્યાએ હર્બલ ટીનું સેવન કરી શકો છો, જેને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં કેફીનની માત્રા વધુ હોતી નથી.

બપોરે ચાને બદલે જ્યુસનું સેવન કરો
મિડ-ડે થતાં જ તમને ચાની જરૂરિયાત અનુભવવા લાગે છે. ચા પીવેજે લોકોની ટેવ છોડાવી થોડી અઘરી હોય છે, પરંતુ એવું પણ નથી કે તમે તેને તમારાથી દૂર ન કરી શકો. આ માટે તમારે ચાને બદલે ફ્રૂટ જ્યુસનું સેવન કરવું જોઈએ. ઘણા લોકોને જમ્યા પછી ચા પીવી ગમે છે, પરંતુ તેનાથી થતી સમસ્યાઓને કારણે ચાનો ત્યાગ કરવો પડે છે, અને આવી સ્થિતિમાં તેમણે જ્યુસ પીવું જોઈએ. જ્યુસ પીવાથી તેમનું પાચનતંત્રનું સંતુલન જળવાઈ રહેશે છે અને ધીરે ધીરે ચાની આદત છોડવી સરળ બનશે.
(નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય વિગતોના આધાર પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
Also Read
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું