GSTV
Gujarat Government Advertisement

IPL 2020: આ સિઝનમાં આ બોલર સામે રન કરવા અઘરા પડી ગયા છે

Last Updated on November 4, 2020 by Mansi Patel

આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે તેના અંતિમ ચરણમાં છે. હવે ચાર ટીમ વચ્ચે પ્લે ઓફ રાઉન્ડ રમાશે અને અંતે ફાઇનલ મેચ રમાશે. આમ એક સપ્તાહ  બાદ 2020ની સિઝનની આઇપીએલ ચેમ્પિયન ટીમનો નિર્ણય લેવાઈ જશે. આ વખતની આઇપીએલમાં ઘણી રોમાંચક મેચો જોવા મળી. પ્રારંભથી જ તેમાં રોમાંચ હતો. આ વખતે ચાર મેચ ટાઈમાં પરિણમી હતી. કેટલીક મેચો તો એકદમ રોમાંચક બની રહી હતી.

બેંગલોર અને પંજાબ જેવી ટીમે શરૂઆતમાં સારી એવી મેચો જીતી લીધી પરંતુ તેમની પડતી થઈ અને ઉપરા ઉપરી મેચો હારવા લાગી હતી. એવામાં બેટ્સમેનની સાથે સાથે બોલર્સનું પણ વર્ચસ્વ જોવા મળ્યું,

આ વખતે ત્રણ બોલર એવા રહ્યા છે જેમની સામે રન કરવા સાવ આસાન રહ્યા નથી. ઘણી વાર તો તેમની સામે રન કરવા અઘરા પુરવાર થયા છે. આ ત્રણ બોલર છે જોફરા આર્ચર, જસપ્રિત બુમરાહ અને રાશીદ ખાન. આ ત્રણ બોલરે સૌથી વધારે બોલ ડોટ ફેંક્યા છે.

રાજસ્થાન રોયલ્સના જોફરા આર્ચરે 14 મેચમાં 20 વિકેટ લીધી હતી અને દર વિકેટે તેણે 18.25 રન આપ્યા હતા પરંતુ તે ગાળામાં તેણે 55 ઓવરમાંથી 175 બોલ એવા ફેક્યા છે જેમાં બેટ્સમેન રન લઈ શક્યો નથી. આમ તેણે 150 બોલ ડોટ ફેંક્યા હતા તો 14 મેચમાં 19 વિકેટ લેનારો સનરાઇઝર્સ હૈદરાબાદનો  સ્પિનર રાશીદ ખાન છે જેણે 153 બોલ ડોટ ફેંક્યા છે. આમ 15.57ની સરેરાશથી બોલિંગ કરનારા રાશીદે 150 બોલમાં એકેય રન આપ્યો ન હતો. ત્રીજા ક્રમે આવ્યો મુંબઈ ઇન્ડિયન્સનો જસપ્રિત  બુમરાહ. આ બોલરે 13 મેચમાં 23 વિકેટ લેવા માટે વિકેટદીઠ 15.73 રન આપ્યા અને સામે 150 બોલ ડોટ ફેંક્યા હતા. આ ઉપરાંત પેટ કમિન્સ અને મોહમ્મદ શમી 140-140 ડોટ બોલ ફેંકી ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!