GSTV
GSTV લેખમાળા News Trending World

Climate Change / જગતને સૌથી વધારે નુકસાન કરનારી કુદરતી આફતો કઈ? ઈજિપ્તની પર્યાવરણ બેઠકમાં રજૂ થયું લિસ્ટ

ગ્લોબલ વોર્મિંગ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી રહ્યો. એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા ખિસ્સાને અસર કરે છે. સરકારને તો પર્યાવરણ સંરક્ષણના નામે મોટો ખર્ચ કરવો પડે છે. ઈજિપ્તમાં કોપ-27 સમિટ ચાલી રહી છે. પર્યાવરણની આ વૈશ્વિક બેઠકમાં ગ્લોબલ વોર્મિંગ અંગેના વિવિધ અહેવાલો રજૂ થયા હતા. એમાં એક અહેવાલ હતો સૌથી વધારે મોંઘી પડેલી નેચરલ ડિઝાસ્ટરનો. એટલે કે સૌથી વધારે ખર્ચાળ સાબિત થઈ હોય એવી કુદરતી આફત કઈ હતી. આ લિસ્ટ કોઈ એક વર્ષનું નથી પરંતુ છેલ્લા દાયકાનું છે.

લોસ એન્ડ ડેમેજ ફંડ

નાના દેશો માટે આ ખર્ચ બહુ મોંઘા પડી રહ્યો છે. એટલે તો ક્લાઈમેટ ચેન્જની 30 વર્ષથી ચાલી રહેલી ચર્ચામાં પહેલી વખત લોસ એન્ડ ડેમેજ ફંડ ઉભું કરવાનો આશાસ્પદ નિર્ણય લેવાયો છે. આ ફંડ દ્વારા ગ્લોબલ વોર્મિંગથી નાના દેશોને થઈ રહેલું નુકસાન ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. પર્યાવરણ પર કોઈ એક દેશનો કાબુ નથી હોતો. એક દેશ વાતાવરણ બગાડે તો તેનું નુકસાન બીજા દેશોએ પણ ભોગવવું પડે. એ સ્થિતિ ન્યાયી નથી. માટે આ વખતે ક્લાઈમેટ ચેન્જની સમિટ કોપ-27માં લોસ એન્ડ ડેમેજ ફંડ ઉભું કરવાનો નિર્ણય થયો છે. વિકસીત દેશો, આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ અને રાષ્ટ્રસંઘ વગેરે પૈસા કાઢીને ફંડ ઉભું કરશે. બીજી તરફ માલદિવ્સ જેવા દેશો જે પર્યાવરણના પરિવર્તનથી ડૂબી રહ્યા છે, તેમને મદદ કરવામાં આવશે.

લોસ એન્ડ ડેમેજ એટલે કે નુકસાન અને હાનિ પહોંચાડતી પર્યાવરણીય ઈવેન્ટો સામે રક્ષણ આપતું ફંડ જરૃરી છે. કેમ કે જે કુદરતી આફતો આવે છે એ વિવિધ દેશોને અબજો ડોલરના ખાડામાં ઉતારી રહી છે. જેમ કે પાકિસ્તાનમાં આ વર્ષે ભારે પુર આવ્યુ હતું. એકલા પુરથી જ પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન થયું હતું. એવુ નુકસાન પાકિસ્તાન કોઈ કાળે ભરપાઈ ન કરી શકે. માટે તેમને ફંડ મળે એ હેતુથી લોસ એન્ડ ડેમેજનો કન્સેપ્ટ અપનાવાયો છે.

દાયકાની સૌથી મોંઘી કુદરતી આફત્તો

1.      કેલિફોર્નિયામાં દાવાનળ
અસરગ્રસ્ત દેશ – અમેરિકા
વર્ષ – 2017-18
નુકસાન – 328.5 અબજ ડોલર

મૃત્યુ – 143

અંદાજે 10 કરોડથી વધારે વૃક્ષો આ આ બે વર્ષ ચાલેલી આગમાં ખાખ થયા હતા. આગ કોઈ એક જગ્યાએ નહીં પરંતુ વિવિધ જગ્યાએ લાગી હતી.

2.      એટલાન્ટિકના વાવોઝોડા, હાર્વે, ઈરમા, મારિયા

અસરગ્રસ્ત દેશ – અમેરિકા, પોર્ટુ રિકો, કેરેબિયન રાષ્ટ્રો

વર્ષ – ઓગસ્ટ-સપ્ટેમ્બર 2017

નુકસાન – 297 અબજ ડોલર

મૃત્યુ – 4822

3.      ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ

અસરગ્રસ્ત દેશ – ઓસ્ટ્રેલિયા

વર્ષ – 2019-2020

નુકસાન – 110 અબજ ડોલર

મૃત્યુ – 34

11 મહિના ચાલેલી આગમાં 3 અબજથી વધારે સજીવો પણ હોમાઈ ગયા હતા.

4.      હેરિકેન ઈયાન

અસરગ્રસ્ત દેશ – અમેરિકા

વર્ષ – ઓગસ્ટ 2021

નુકસાન – 100 અબજ ડોલર

મૃત્યુ – 101

5.      હેરિકેન ઈડા

અસરગ્રસ્ત દેશ – અમેરિકા

વર્ષ – ઓગસ્ટ 2021

નુકસાન – 75 અબજ ડોલર

મૃત્યુ – 107

6.      જર્મની અને બેલ્જિયમમાં પુર

અસરગ્રસ્ત દેશ – જર્મની, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ

વર્ષ – જુલાઈ 2021

નુકસાન – 41 અબજ ડોલર

મૃત્યુ  – 230

7.      પાકિસ્તાનમાં પુર

અસરગ્રસ્ત દેશ – પાકિસ્તાન

વર્ષ – જૂન-ઓગસ્ટ 2022

નુકસાન – 40 અબજ ડોલર

મૃત્યુ – 1717

8.      ટાયફૂન ફેક્સાઈ અને હેજિબિસ

અસરગ્રસ્ત દેશ – જાપાન

વર્ષ – ઓગસ્ટ-ઓક્ટોબર 2019

નુકસાન – 26.1 અબજ ડોલર

મૃત્યુ – 85

9.      યુરોપમાં હીટવેવ્સ

અસરગ્રસ્ત દેશો – મધ્ય યુરોપના અનેક દેશો

વર્ષ – 2022નો ઉનાળો

નુકસાન – 10.26 અબજ ડોલર

મૃત્યુ – 1500

યુરોપની પ્રજા 30 ડીગ્રીથી વધારે તાપમાન સહન કરવા ટેવાયેલી નથી. એ વચ્ચે યુરોપનો ઉનાળો 2022માં અત્યંત આકરો થયો હતો. બ્રિટન સહિતના દેશોમાં તાપમાન 40 ડીગ્રી સુધી પહોંચ્યુ હતું. તેના કારણે યુરોપમાં મોટી સંખ્યામાં મોત નોંધાયા હતા.

10.    નોર્થવેસ્ટર્ન હીટવેવ

અસરગ્રસ્ત દેશો – અમેરિકા, કેનેડા

વર્ષ – જૂન-જુલાઈ 2021

નુકસાન – 8.9 અબજ ડોલર

મૃત્યુ – 1400

Also Read

Related posts

બાગલકોટમાં મરીજના પેટમાંથી 180થી પણ વધું સિક્કા કાઢવામાં આવતા ડોક્ટર પણ ચોકી ગયા

Kaushal Pancholi

ઇંગ્લેન્ડ/ ખ્રિસ્તીઓની સંખ્યા અડધાથી ઓછી થઈ: મુસ્લિમોની સંખ્યા વધી

Padma Patel

ટેલિકોમ કંપનીઓને આપ્યો આદેશ, આ જગ્યાએ ફાઇવ-જી મોબાઇલ ટાવર નહીં લગાવી શકે

Kaushal Pancholi
GSTV