GSTV
Budget 2023 General Budget 2023 Trending

બજેટ 2023 / સ્ટાર્ટઅપ સેક્ટરને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ જાહેરાત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24ના સામાન્ય બજેટમાં સ્ટાર્ટઅપ સેક્ટર માટે આવકવેરા લાભ તેમજ અન્ય ઘણી સુવિધાઓની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે દેશના આર્થિક વિકાસ માટે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે. જાણો આ વખતના બજેટમાં સ્ટાર્ટઅપ સેક્ટર માટે શું છે ખાસ

આવકવેરા લાભની મર્યાદામાં વધારો

આવકવેરા લાભનો ફાયદો હવે એ સ્ટાર્ટઅપ્સ પણ ઉઠાવી શકશે, જેમનું ગઠન 31મી માર્ચ  2023 થી 31 માર્ચ 2024 સુધી દરમિયાન કરવામાં આવશે. આટલું જ નહિ જો કોઈ સ્ટાર્ટઅપમાં શેરહોલ્ડિંગમાં ફેરફાર થાય છે, તો ‘કૅરી ફોરવર્ડ ઑફ લોસ’નો લાભ હવે કંપનીની રચના પછી 7 વર્ષની જગ્યાએ 10 વર્ષ સુધી મેળવી શકાશે.

સરકાર એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે

દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ બનાવશે. તેને કૃષિ વર્ધક નિધિ નામ આપવામાં આવ્યું છે. જો કોઈ યુવા ઉદ્યોગસાહસિક ગ્રામીણ વિસ્તારોમાં એગ્રી-સ્ટાર્ટઅપ ખોલવા માંગે છે, તો આ ફંડ તેમને મદદ કરશે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થશે.

આ ફંડથી એવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવામાં આવશે, જેઓ ખેડૂતોને પડતી સમસ્યાના ઉકેલ માટે ઈનોવેટીવ સોલ્યુશન લઈને આવશે. એટલું જ નહિ ગ્રામીણ વિસ્તારોમાં ઉત્પાદકતા અને નફો વધારવા માટે નવી ટેકનોલોજી પણ વિકસાવવામાં આવશે.

અપીલોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે

સરકારે કમિશનર સ્તરે પડતર અરજીઓને ઘટાડવા માટે 100 સંયુક્ત કમિશનરની તૈનાતી વિશે પણ વાત કરી છે. આ જોઈન્ટ કમિશનરો નાની અપીલોનો ઝડપથી નિકાલ કરશે.

Also Read

Related posts

Rajasthan/ અંડરગાર્મેન્ટ્સ વેચવાવાળી કંપનીનો ડેટા હેક કરી કાઢી 15 લાખ ગર્લ્સની પર્સનલ ઈન્ફોર્મેશન

Siddhi Sheth

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશને આવતા અધિકારીઓએ કર્યું સ્વાગત, વતનમાં પરત ફરતાં ખુશીનો માહોલ

HARSHAD PATEL

નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત

Vushank Shukla
GSTV