જો તમે સ્માર્ટફોનન ઉપયોગ કરો છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. ગૂગલ પ્લે સ્ટોર પર હવે એક એવી એપ્લિકેશન આવી ગઈ છે જેને ઈન્સ્ટોલ કરતાં જ તમારા સ્માર્ટફોનની જાસૂસી થવા લાગશે. ચિંતાની વાત એ છે કે આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. સાઈબર નિષ્ણાંતો દ્રારા પણ એપ્લિકેશનને તુરંત ડિલીટ કરી નાખવાની વાત મુકવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ SuperVPN Free VPN Client છે.
ગૂગલ સ્ટોર પર વર્ષોથી હતી
આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર વર્ષોથી પડી પાથરેલી હતી. હવે સંશોધકોને ખ્યાલ આવ્યો છે કે તેમાં ઘણા ખતરનાક કોડ છુપાયેલા છે. આ કોડ યુઝર્સના ડેટાને નુકસાન પહોંચાડે છે. VPN Proની રિસર્ચની ટીમના જણાવ્યા પ્રમાણે આ એપ્લિકેશનમાં ઘણો જ ખતરો છે. જે યુઝર્સના પર્સનલ અને પ્રોફેનલ ડેટાની સાથે બેંકિંગ ડિટેલ્સને પણ હેક કરી શકે છે.
ફોન પર રહે છે નજર
એપ્લિકેશનમાં હાજર કોડ હેંકર્સને ફોનમાં થનારી તમામ પ્રકારની જાણકારી આપે છે. હેકર્સ આ એપ્લિકેશન દ્રારા ચાલાકીથી યુઝર્સની ડિવાઈસ અને વીપીએન પ્રોવાઈડરને કોમ્યુનિકેશન ડીકોટ કરી શકે છે. એવામાં જ્યારે પણ યુઝર દ્રારા ક્રોમ બ્રાઉઝર ઓપન કરવામાં આવે છે અથવા તો વીડિયો કોલ કરવામાં આવે છે અથવા તો વીડિયો કોલ કરવામાં આવતા જ સમગ્ર જાણકારી સર્વર અને સ્માર્ટફોન દ્રારા હેકર્સ સુધી પહોંચી જાય છે. વીપીએન પ્રો એ આ ખતરાની જાણકારી ગૂગલને આપી છે. સુપર વીપીએનના લેટેસ્ટ વર્ઝનમાં પણ આવી નબળાઈઓ આવે છે. જેના કારણે યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મુકાઈ છે.
ગૂગલે ફ્રી વર્ઝનને કર્યું ડિલીટ
હવે એવું લાગી રહ્યું છે કે, ગૂગલ પોતાના પ્લે સ્ટોર પર ફ્રી એપ્લિકેશન લાવીને ખુશ નથી. આ કારણે જ આ ખતરનાક વર્ઝનને ડિલીટ કરી દેવામાં આવ્યું છે. જોકે ગૂગલે હવે વધારે ડાઉનલોડ પણ રોકી દીધા છે. પણ જે ડિવાઈસમાં તે હાજર છે તેમાં એ હજુ પણ જાસૂસી કરી રહ્યું છે. એવામાં સૌથી સારી વાત એ રહેશે કે કંઈ પણ વિચાર્યા વિના આ એપ્લિકેશનને ડિલીટ કરી દેવામાં આવે.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા