એપલ એર ટેગ એક એવો ડિવાઈસ છે કે જેને કોઈપણ ડિવાઈસ કે વસ્તુ સાથે એટેચ (લગાવી) કરી શકાય છે અને જરૂર પડે ત્યારે તે સામાનને ટ્રેક પણ કરી શકાય છે. આવી રીતે વ્યક્તિ સામાન ગુમ થવાની સ્થિતિમાં તેને ટ્રેક કરી પરત મેળવી શકે છે.

એપલ એર ટેગને લઈને કેટલીકવાર નવા નવા કિસ્સા સામે આવે છે, જેમાં તેની મદદથી બાળકોની જીવ બચાવવામાં આવ્યા છે, તો કેટલીકવાર તેના કારણે સુરક્ષાના મુદ્દે પણ સવાલ ઉઠ્યા છે. જોકે સવાલ એ થાય છે કે એપલ એર ટેગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
એપલ એરટેગને વર્ષ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. આ ડિવાઈસ નાની ગોળાકાર ડિઝાઈન સાથે આવે છે અને તેને ચાવી, વોલેટ જેવી વસ્તુઓ સાથે એટેચ કરીને ટ્રેક કરી શકાય છે. ટ્રેકિંગ માટે એપલની ફાઈન્ડમાં માય એપનો ઉપયોગ કરવો પડે છે. આ ડિવાઈસની કિંમત 3490 રૂપિયા માનવામાં આવી રહી છે. દરેક એપલ આઈડીને 16 જેટલા એર ટેગ સાથે લિંક કરી શકાય છે, જેથી તમે એક જ સમયે 16 જેટલી વસ્તુઓને ટ્રૅક કરી શકો.
એરટેગ્સ CR2032 બેટરી આપવામાં આવી છે, જે અંદર હોય છે અને અન્ય કોઈ વસ્તુને એટેચ કરવા માટે એક્સેસરીઝની જરૂર પડે છે. તેનું વજન 0.39 11 ગ્રામ છે. એર ટેગને આઈટમ ટેબ હેઠળ ફાઈન્ડ માય એપના માધ્યમથી જોડી અથવા મેનેજ કરી શકાય છે. અન્ય એપલ ડિવાઈસની જેમ એર ટેગને પણ ફાઈન્ડમાં માય એપમાં એક મેપ ડિસપ્લે કરવામાં આવે છે. જેથી કરીને યુઝર તેની લોકેશન જોઈ શકે

એપલે પ્રત્યેક એરટેગમાં U1 ચિપને સામેલ કરી છે. જેથી કરીને તે તમારી આસપાસ હોય તો તમે તેનું ચોક્કસ સ્થાન ઘરની અંદર કે બહાર જોઈ શકો. ઘરમાં ખોવાયેલા એરટેગને શોધવા માટે બિલ્ટ-ઈન સ્પીકર્સ છે. એપલે એરટેગની રેન્જ વિશે જાણકારી આપવામાં આવી નથી પરંતુ મોટાભાગની બ્લૂટૂથ રેન્જ લગભગ 100 મીટર સુધીની હોય છે.
Also Read
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો