GSTV
Gujarat Government Advertisement

મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનાના નિર્માણ માટે નીતિન પટેલે કરી આ જાહેરાત

Last Updated on July 2, 2019 by Alap Ramani

નીતિન પટેલના પટારામાંથી આજે ગુજરાત સરકારનું બજેટ બહાર પડ્યું હતું. જેમાં તેમણે સડક નિર્માણ પર પણ ભાર મુક્યો હતો. નાયબ મુખ્યપ્રધાન અને નાણા મંત્રાલયે આ બજેટમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10,243 કરોડના ખર્ચે 20,885 કિલોમીટર ગ્રામ્ય માર્ગોના 11,244 કામોને મંજૂરી આપી હોવાની વાત કહી હતી.

લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નીતિન પટેલે આ વાતની જાહેરાત કરી હતી. વિકાસના કામોમાં રસ્તાઓના મહત્વને ધ્યાનમાં લઈ તેમણે સડક વ્યવસ્થા પર ભાર મુક્યો હતો. ઉપરથી ભાજપ ચૂંટણી સમયે પોતાના ભાષણોમાં સારી સડકોની વાતો પણ કરતી હોય છે. ત્યારે સડક નિર્માણ પર પણ ગુજરાતના બજેટમાં ભાર મુકવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આ કામોમાંથી 19,630 કિલોમીટરના 7,316 કામો પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાંથી 10,255 કિલોમીટરનાં 3,908 કામો પ્રગતિ હેઠળ છે અથવા તો શરૂ થઈ રહ્યા છે. આ સિવાય પુલ બનાવવા માટે 1493 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જેમાં માલસર રોડ પરનો નર્મદા નદીનો પુલ, માંડવી રોડ પર વાલ્મિકી નદીનો પુલ અને ગણદેવી નદી પરના રોડની વાત નાણામંત્રીએ કહી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માસ પ્રમોશન / ધોરણ 10નું પરિણામ તૈયાર થવાના આરે, આ તારીખે રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા

Dhruv Brahmbhatt

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!