GSTV
Home » News » આ અભિનેત્રીએ માર્ક ઝુકરબર્ગનું મોઢું પાડી નાખ્યું, પાછો ક્યારેક મોકો નહીં મળે એવી હાલત કરી દીધી

આ અભિનેત્રીએ માર્ક ઝુકરબર્ગનું મોઢું પાડી નાખ્યું, પાછો ક્યારેક મોકો નહીં મળે એવી હાલત કરી દીધી

હોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં જેનું નામ લેવાય છે એ કાઇલી જેનરે માત્ર 21 વર્ષની વયે આપબળે અભજપતિ બનીને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને હંફાવ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

.જગવિખ્યાત ફોર્બ્સ મેગેઝિને કાઇલીને ઓલટાઇમ સેલ્ફમેડ બીલીયોનર જાહેર કરી હતી. એનો યશ કાઇલીએ ત્રણ વર્ષ પહેલાં શરૂ કરેલી કોસ્મેટિક્સ બ્રાન્ડને ઘટે છે. કાઇલીએ સૌંદર્ય પ્રસાધનોની એક બ્રાન્ડ 2015-16માં શરૂ કરી હતી.

કાઇલીની આ બ્રાન્ડનું નામ પણ કાઇલી જેનર બ્રાન્ડ છે. ગયા વરસે આ બ્રાન્ડે 507 મિલિયન ડૉલર્સનો બિઝનેસ નોંધાવ્યો હતો. આ કંપનીનો સોએ સો ટકા હિસ્સો કાઇલી પોતે ધરાવે છે.

એક બાળકની માતા એવી કાઇલીએ એવો દાવો કર્યો હતો કે સોશ્યલ મિડિયાની મદદથી હું મારો બિઝનેસ ધીકતો રાખી શકી છું. ફોર્બ્સે જણાવ્યા મુજબ કાઇલીની પહેલાં માર્ક ઝુકરબર્ગ સૌથી નાની વયનો અને આપબળે અબજપતિ થયેલો માણસ હતો. માર્ક અબજપતિ જાહેર થયો ત્યારે 23 વર્ષનો હતો. કાઇલી ફક્ત 21 વર્ષની છે

READ ALSO

Related posts

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

સુરતમાં સિટી બસનો કહેર યથાવત, ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!