કોપીકેટ લાગતા આ બોલિવુડ સ્ટાર્સને કરાયા હતા ધામધૂમથી લોંચ અત્યારે ફિલ્મો પણ નથી મળી રહી

બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ અગાઉના બોલિવુડ સુપરસ્ટારની કોપી હતા. કોઇ મોટો જશ્ન હોય તે રીતે આ સ્ટાર્સને લોંચ કરવામાં આવ્યા હતા, પણ અંતે તો તેમનું ફિંડલું વળી ગયું. /યા તો બોલિવુડનો કોઇ સ્ટાર જ તેમનો ગોડફાધર બન્યો હતો અથવા તો પિતાના કારણે તેઓ બોલિવુડમાં પગ રાખવામાં કામિયાબ થયા હતા, પરંતુ પગ જમાવી ન શક્યા.

હરમન બાવેજા

બોલિવુડના સુપરહિરો રિતિક રોશનની કોપી લાગતા હરમન બાવેજાને પિતાએ વાજતે ગાજતે લોંચ કર્યો હતો. તેનો ડાન્સ તેના ચહેરાનું નક્શીકામ અને તેનું નાક પણ અદ્દલ રિતિક રોશન જેવું લાગી રહ્યું હતું. બોલિવુડની હાર્ટબ્રેકર હિરોઇન અને હાલ હોલિવુડ પર રાજ કરનારી પ્રિયંકા ચોપરા સાથેની ફિલ્મ લવસ્ટોરી 2050થી તેણે ડેબ્યુ કર્યું અને ડેબ્યુ કરતાની સાથે જ ફ્લોપ પણ ગયો કારણ કે તે બિલ્કુલ રિતિકની નકલ લાગી રહ્યો હતો. એ પછી હરમન બાવેજાએ બોલિવુડમાં કુલ પાંચ ફિલ્મો કરી અને પાંચે ફિલ્મો ઉંધેમાથ પછડાય. આશુતોષ ગોવારિકરે ગુજરાતી નવલકથાકાર મધુરાયની નવલકથા કિમ્બલ રેવન્સવૂડ પરથી વોટ્સ યોર રાશિ ફિલ્મ બનાવેલી. જેમાં તેણે યોગેશ પટેલનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મથી તેને કોઇ ફાયદો ન થયો બલ્કે પ્રિયંકાના બાર રોલ ચાલી ગયા. 2014માં આવેલી છેલ્લી ફિલ્મ ચાર સાહિબઝાદે હતી જેમાં તે ફિલ્મ તેની છે કે નહીં તે પણ આજે કોઇને ખબર નથી.

સ્નેહા ઉલ્લાલ

સલમાન ખાન પોતાની દરેક જૂની પ્રેમિકાને ફરી મેળવવા માટે નવી પ્રેમિકાને શોધતો હોય છે. જેમાં જૂની પ્રેમિકાનો ચહેરો દેખાઇ આવે. સ્નેહા ઉલ્લાલ પણ તે જ હતી. એશ્વર્યા રાયથી છુટ્ટા પડ્યા બાદ સલમાને સ્નેહાને શોધી જે બિલ્કુલ એશ્વર્યાની ડુપ્લિકેટ લાગી રહી હતી. તેની આંખો તો બિલ્કુલ એશ્વર્યાની જ યાદ અપાવી રહી હતી. સ્નેહાએ સલમાન સાથે લકી ફિલ્મમાં કામ કર્યું જે તેના માટે બિલ્કુલ લકી ન નીવડી. 2015માં આવેલી ફિલ્મ બેજુબાન ઇશ્ક તેની છેલ્લી ફિલ્મ હતી જે પછી તેણે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ ચાલી ગઇ.

ઝરીન ખાન

ઝરીન ખાનને પણ સલમાન ખાને જ લોંચ કરી હતી. તેની પાછળ કેટરિના કૈફનો ચહેરો હતો. ઝરીન ખાન સલમાન ખાનની ફિલ્મ વીરથી ડેબ્યુ કર્યું અને અત્યારે તો તે B ગ્રેડ ફિલ્મો કરી રહી છે. હાઉસફુલ 2, રેડી અને હેટ સ્ટોરી 3, અક્સર બાદ તે છેલ્લે 1921 ફિલ્મમાં નજર આવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter