VIDEO : પુલવામા હુમલા બાદ મોદી સરકારે લીધા આ 9 સૌથી મોટા નિર્ણયો

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની શહાદતને દેશવાસીઓમાં આક્રંદ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વીરસપૂતોની શહાદતનો બદલો લેવા માટે તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકાર ઉપર ભારે દબાણ ઉભું થયું છે. પીએમ મોદીએ પણ આકરી કાર્યવાહીના સંકેત આપી દીધા છે. હાલમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે. હવે શું કરવું તેનો ફાયનલ નિર્ણય લેવાશે.

કેબિનેટ સુરક્ષા સમિતીની બેઠક

પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં નાણાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, ત્રણેય સેનાના પ્રમુખ, એનએસએ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. જેમાં ષડયંત્રકારીઓ સામે કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી છે. સામેલ થયા હતા. જેમાં ષડયંત્રકારીઓ સામે કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી છે.

એનએએસની બેઠક

સીસીએસની બેઠક બાદ રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુપ્તચર એજન્સી આઇબી અને રોના ઉચ્ચઅધિકારોની સાથે બેઠક કરી છે.

મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સમાપ્ત

ભારતે 1996માં વેપારમાં પ્રાથમીકતા ધરાવતો આ દરજ્જો પાકિસ્તાનને આપ્યો હતો. જો કે પાકિસ્તાને ભારતને આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો ન હતો ત્યારે ભારતે પાકિસ્તાન પાસેથી એમએનએફનો દરજ્જો પરત લઇ લેતા દ્વિપક્ષીય વેપાર ઘટી જશે.

ભારતીય રાજદૂતની વાપસી

પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાને વિદેશ મંત્રાલયે દિલ્હી પરત બોલાવી દીધા છે. તેમની પાસેથી પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અને કૂટનૈતિક મુદ્દાઓ પર સલાહ લેવામાં આવી છે.

પાકિસ્તાનના રાજદૂતને ઠપકો

વિદેશ સચિવ વિજય ગોખલેએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનર સૌહેલ મેહમુદને બોલાવીને ફટકાર લગાવી છે. વિદેશ સચિવે મેહમુદને વિરોધ પત્ર સોંપીને જવાબદાર આતંકીઓ પર તાત્કાલીક કાર્યવાહીની માગણી કરી છે.

વડાપ્રધાનનું આશ્વાસન

દિલ્હી અને ઝાંસીની રેલીમાં પીએમ મોદીએ દેશવાસીઓના આક્રોશને વાચા આપતા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું આશ્વાસન આપ્યું છે.

રાજનાથનો શ્રીનગર પ્રવાસ

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ હુમલાના બીજા દિવસે શ્રીનગર પહોંચી ગયા છે. જ્યાં તેમણે રાજ્યપાલ, સુરક્ષાદળો તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજીને યોગ્ય કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

પાકિસ્તાન સામે કૂટનૈતિક મોરચો

આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અલગ થલગ પાડવાનો ભારતે પ્રયાસ શરૂ કરી દીધો છે. જે અંતર્ગત વિદેશ સચિવે 25 દેશોના રાજદૂત સાથે બેઠક કરીને તેમને પાકિસ્તાનની કરતૂતો વિષે જાણકારી આપી હતી.

સર્વ પક્ષીય બેઠક

આજે 11 વાગે એક સર્વપક્ષીય બેઠક બોલાવાઈ હતી. જેમાં આજે ફાયનલ થઈ જશે કે ભારત કયા પ્રકારના પગલાં ભરી રહી છે. જેમાં એક સાથે તમામ પક્ષોનો સૂર હોવો જરૂરી છે. આજે તમામ પક્ષો સરકારના સૂરમાં સૂર મિલાવી રહ્યાં છે. સરકારને પૂરતો સહયોગ આપવાની વાત તમામ પક્ષોએ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter