272 કિલોની મહિલાનો અનોખો એક્સરસાઈઝ Video Viral, 5 કરોડ લોકો જોઈ ચુક્યા

સોશિયલ મીડિયા પર એક એવી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક્સરસાઈઝ કરી રહી છે અને તેનું વજન 600 પાઉન્ડ એટલે કે 272 કિલોથી પણ વધુ છે. આ વીડિયોને પાંચ કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 3 લાખ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોને જોઈને સારા સારા એક્સપર્ટ્સે પણ હાથ જોડ્યા છે. વીડિયોમાં મહિલા અલગ અલગ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો લેનથ્રા રીડનો છે. અને મહિલા મેરિડિયનની રહેવાસી છે. તેનું વજન પાછલા બે વર્ષોમાં 272 કિલો કરતા ઓછું નથી થઈ રહ્યું. આવામાં તેમણે એક્સરસાઈઝ ચાલું કરી દીધી અને બે મહિનામાં 13 કિલોથી વધું વજન ઓછું કરી લીધું.

રીડના આ વીડિયોને 5.2 કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે. તેણે જણાવ્યું કે ચાલવા ફરવાની તકલીફના કરણે અને શ્વાસ લેવાની તકલીફના કારણે તેણે એક્સરસાઈઝનો રસ્તો અપનાવ્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter