272 કિલોની મહિલાનો અનોખી કસરતવાળો વીડિયો Viral, નિષ્ણાંતોએ પણ હાથ જોડ્યા

સોશિયલ મીડિયામાં એક એવી મહિલાનો કસરત કરતો વીડિયો વાયરલ થયો છે, જેનુ વજન 600 પાઉન્ડ એટલેકે 272 કિલોથી પણ વધારે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 કરોડથી પણ વધુ લોકોએ જોયો છે અને 3 લાખથી પણ વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોને જોઈને સારા-સારા ફિટનેસ નિષ્ણાંતોએ પણ હાથ જોડ્યા છે. વીડિયોમાં મહિલા અલગ-અલગ પ્રકારની કસરત કરતી પ્રતિત થઈ રહી છે.

આ વીડિયો લેનથ્રા રીડનો છે. તેણી મેરિડિયનમાં રહે છે. તેમનુ વજન છેલ્લા બે વર્ષોથી 272 કિલોથી ઓછુ થતુ ન હતું. એવામાં તેમણે કસરત કરવાનુ પ્રારંભ કર્યુ અને બે મહિનામાં જ પોતાનુ વજન 13 કિલોથી પણ વધારે ઘટાડ્યું. લેનથ્રા રીડે પોતાની મહેનતના કારણે ફક્ત પોતાનુ વજન ઘટાડ્યુ નથી, પરંતુ વિશ્વભરના લોકો તરફથી તેમને અનહદ પ્રેમ પણ મળ્યો છે. આ વીડિયોને 3 લાખ 84 હજારથી વધુ લોકો શેર કરી ચૂક્યા છે.

રીડના વીડિયોને 5.2 કરોડથી વધુ લોકોએ જોયો છે. લેનથ્રા રીડે પોતાના ટ્રેનર ફ્રેન્ક હાર્બિનની મદદથી પોતાનુ વજન ઘટાડ્યું. રીડ કહે છે કે જ્યારે તેમને અનુભવ થયો કે વધી રહેલા વજનને કારણે ફક્ત તેમને ચાલવા-ફરવામાં મુશ્કેલી થઇ રહી છે, પરંતુ શ્વાસ લેવામાં પણ અસહજતા મહેસુસ થાય છે. એવામાં તેમણે કસરતનો માર્ગ પસંદ કર્યો.

લેનથ્રા રીડ કહે છે કે તેમનુ વજન ઓછું કરવાની પ્રેરણા પોતાની દીકરી પાસેથી મળી. તેણી કહે છે કે તેમણે પોતાનુ વજન પોતાની દીકરી માટે ઘટાડ્યું. કારણકે દીકરીના ચહેરા પર હાસ્ય વેરી શકે. રીડ કહે છે કે જ્યારથી તેમણે વજન ઓછો કર્યો છે, પહેલાની સરખામણીએ સારી રીતે શ્વાસ લઇ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter