GSTV

જે ઘરોમાં રહે છે આ 5 વસ્તુઓ, ત્યાંથી ક્યારેય દૂર નથી થઈ શકતી મા લક્ષ્મી

શાસ્ત્રો અને પુરાણોમાં ઘરને એક મંદિરની સંજ્ઞા આપવામાં આવી છે અને તેને દેવસ્થાન માનવામાં આવ્યુ છે. ઘરમાં કંઈ વસ્તુઓ હોવી જરૂરી માનવામાં આવે છે અને કંઈ વસ્તુઓને હટાવી દેવી જોઈએ. તેના વિશે શાસ્ત્રોમાં વિશેષ રૂપે જણાવવામાં આવ્યુ છે. તો ચાલો જાણીએ 5 વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવી જરૂરી માનવામાં આવે છે.

માટીનો ઘડો

ઘરમાં માટીનો ઘડો હોવો જરૂરી માનવામાં આવ્યો છે અને વાસ્તુ મુજબ તેને ઉત્તર દિશામાં પાણી ભરીને રાખવો જોઈએ. એવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીની કમી રહેતી નથી. એક વાત જરૂર ધ્યાનમાં રાખોકે, ક્યારેય પણ તે પાત્ર ખાલી રાખવું જોઈએ નહી. તેમાં હંમેશા પાણી ભરીને જ રાખવું જોઈએ.

હનુમાનજીનો આવો ફોટો કે મૂર્તિ

હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવ્યા છે અને તેઓ આખા પરિવારની દરેક પ્રકારનાં સંકટની સામે રક્ષા કરે છે. એટલા માટે ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટ અથવા પ્રતિમા રાખવી જરૂરી માનવામાં આવી છે. આ પ્રતિમાને ઘરની અંદર દક્ષિણ-પશ્વિમ દિશામાં લગાવવી જોઈએ,તેને બહુજ શુભ માનવામાં આવે છે. અહીં દિવાલ પર આ હનુમાનજીનો ફોટો લગાવીને તેની દરરોજ પુજા કરવી જોઈએ.

લક્ષ્મી કુબેરનો ફોટો

આપણા દરેક લોકોનાં ઘરમાં લક્ષ્મી માતા અને કુબેર દેવતાજીને ઘરનાં ખજાનાના રક્ષક અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારા ભગવાનનાં રૂપમાં પૂજવામાં આવે છે. એટલા માટે ઘરમાં તેમની ઉપસ્થિતી અનિવાર્ય માનવામાં આવે છે. ઘરનાં મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે. મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ લગાવવાથી પણ માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહે છે. કેટલાંક લોકો પૂજાઘરમાં પણ કુબેર દેવતાનો ફોટો અને પ્રતિમા સ્થાપિત કરે છે. જો તમારી પાસે ન હોય તો હવે લાવીને તમારા ઘરમાં સ્થાપિત કરો.

ગંગાજળ

પ્રાણદાયિની અને જીવનદાયિની ગંગા મૈયાને આપણા ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલા માટે દરેક પ્રકારનાં પૂજાપાઠનાં કાર્યોમાં ગંગાજળનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આપણા દરેકનાં ઘરમાં ગંગાજળનું હોવું જરૂરી માનવામાં આવે છે. કોઈ પણ શુભ તારીખ જેવી કે પૂર્ણિમા અથવા તો એકાદશીનાં અવસર પર આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરવું જોઈએ.

મોરપંખ

ઘરમાં મોરપંખ લગાવવા પણ બહુજ અનિવાર્ય હોય છે. મોરપંખને ભગવાન કૃષ્ણનો અંશ માનવામાં આવે છે. ઘરમાં મોરપંખનું હોવું બહુજ શુભ માનવામાં આવે છે. તેમને રાખવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો સંચાર વધે છે.

READ ALSO

Related posts

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

Sejal Vibhani

મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો

Karan

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!