GSTV
Ajab Gajab Trending

400 વર્ષ જૂના મંદિરમાં રોબોટ પૂજારી તૈનાત, દયા અને કરુણાનો આપે છે સંદેશ

ધાર્મિક અને આધ્યાત્મિક ઉપદેશ દ્વારા સંતો લોકોના જીવનમાં પરીવર્તન લાવતા હોય છે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં રોબોટ ધર્મગુરુ બની ગયો છે. જાપાનમાં કયોટો શહેરના ૪૦૦ વર્ષ જુના એક બૌધ્ધ મંદિરમાં ધર્મગુરુની જેમ પ્રસંગોપાત રોબોટનું પ્રવચન સંભળાવે છે.. કોદોઇજી મંદિરમાં કથા સાંભળવા આવતા લોકોએ રોબોટને દયાના દેવની ઉપમા આપે છે.

મંદિરના પૂજારીનું માનવું છે કે આ એક એવો ધર્મગુરુ છે જે કયારેય મરવાનો નથી અને સતત અપગ્રેડ થતો રહેશે. માણસમાં જ્ઞાન યાદ રાખવાની મર્યાદા હોય છે જયારે રોબોટ ધર્મગુરુ એક સાથે ઘણું યાદ રાખી શકે છે. રોબોટના હાથ,મોં અને ખંભાને સિલિકોનના આવરણથી માણસની ચામડી જેવો આકાર આપવામાં આવ્યો છે. જયારે તે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય ત્યારે નમ્ર બની જાય છે પરંતુ મશીનના બનેલા ભાગો દેખાઇ જાય છે. કપાળ સહિત એલ્યુમિનિયમ ધાતુંથી બનેલા શરીરમાં વાયરિંગના કારણે લાલ લીલી બત્તીઓ ઝબકે છે. તેની જમણી આંખમાં એક નાનો કેમરો ફિટ કરવામાં આવ્યો છે.

આમ લોકોને અહંકાર, ક્રોધ કરુણા અને વાસના અંગે સમજાવે છે. તે પૂજા કરનારાઓને ખોટા અહંકારથી દૂર રહેવા સમજાવે છે. જાપાનમાં રોજબરોજના જીવનમાં લોકો પર ધર્મની ઉંડી અસર જોવા મળતી નથી. યુવાનો મંદિરને લગ્ન સમયે દર્શન માટે જવાનું સ્થળ સમજે છે આથી રોબોટ નવી પેઢી સુધી વધારે પહોંચશે તેવી આશા રાખવામાં આવી રહી છે. રોબોટ પૂજારી અને ભકતો વચ્ચેનો ભેદભાવ પણ દૂર કરી દેશે.

  આ બદલાતા જતા ધર્મનું સ્વરુપ છે તે અનેક લોકોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા પથદર્શક બની રહયો છે. જો કે ટીકાકારો આ રોબોટ પુજારીની તુલના ફ્રાંકેસ્ટાઇનના મોન્સ્ટર સાથે કરે છે. ઘણાને ધર્મંસ્થાનમાં રોબોટની દખલગીરી આપ્રાકૃતિક અને માણસને ધર્મથી જુદે લઇ જનારી જણાય છે. રોબોટના હાવભાવ મશીનવાળા કૃત્રિમ હોય છે આતી તેનું પ્રવચન થોડું અસહજ લાગે છે. મશીનમાં આત્મા હોતો નથી આ રોબોટની ટીકા પણ થાય છે.

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV