આ 19 વર્ષની છોકરી કરે છે વર્જિનિટીની હરાજી: લગાવો બોલી, રાત પસાર કરવા માટે જવું પડશે જર્મની

વિદેશની ધરતી પર જેટલા અજીબો ગરીબ કિસ્સા બને એટલા ઓછા. એક નવો અને હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે બ્રિટનથી. બ્રિટનમાં રહેતી 19 વર્ષની એમી પોતાની વર્જિનિટીની હરાજી કરવા માંગે છે. જેથી તે પોતાના ભણતરનો ખર્ચ ઉપાડી શકે અને પોતાના પરિવારની મદદ કરી શકે. આ માટે તેણે કાયદેસર સિન્ડ્રેલા એસ્કોર્ટ્સ એસ્કોર્ટ નામની એજન્સીનો સંપર્ક કર્યો છે. આ એજન્સીએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે યુવતીની વર્જિનિટી સાબિત કરવા માટે તેમની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ છે અને જો ખરીદનાર ઈચ્છે તો પોતે પણ યુવતીનો ટેસ્ટ કરી શકે છે.

વર્જિનિટીની હરાજીની શરૂઆતની રકમ 1 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે, જોકે એમીને તેનાથી વધુ રકમની આશા છે. બ્રિટિશ મીડિયા મુજબ એમીએ કહ્યું – ‘હું સિન્ડ્રેલા એસ્કોર્ટ્સના માધ્યમથી પોતાનું કૌમાર્ય વેચવા માંગુ છું, મેં ખુબ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે’ એમી મુજબ ‘આ મારા જીવનને સારું બનાવવાનો અવસર છે, મારા પરિવારની મદદ કરવા અને તેને કંઈક પાછું આપવાનો ચાન્સ છે.

તેમની મદદ કરવા માટે તેમણે મારી મદદ કરી છે.’ એમીને શોપિંગ કરવી અને ફરવું પસંદ છે. ફી જમા કરવા અને ઘરના લોકોની મદદ પછી જે રૂપિયા વધશે તેનાથી એમી શોપિંગ અને વર્લ્ડ ટૂર કરવા માંગે છે, પોતાના નિર્ણય પર એમીએ કહ્યું છે કે ‘આ મારું શરીર છે અને મને લાગે છે કે મને તે કરવામાં સક્ષમ હોવું જોઈએ જે હું કરવા માંગુ છું.’

બોલી લગાવનારને એજન્સીમાં 10 ટકા રકમ જમા કરાવવી પડશે, જેથી તે નક્કી કરી શકાય કે આ ‘ગંભીર પ્રસ્તાવ’ છે. એજન્સી મુજબ બોલી લગાવનારને એમી સાથે નાઈટ પસાર કરવા જર્મની જવું પડશે, જ્યાં સેક્સ વેચવું કાનૂની છે. એજન્સી મુજબ એમી સંપૂર્ણ રીતે વર્જિન છે, મેડિકલ એક્સપર્ટસે તપાસ પછી તેને સર્ટિફિકેટ પણ આપ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter