‘દેશી દેશી ના બોલ્યા કર છોરી રે’ ગીતને આ 107 વર્ષનાં માજીએ સાબિત કરી બતાવ્યું હતું

એક હતા આંધ્રપ્રદેશના મસ્તાનમ્માના, ગામડાની સરળ રેસીપી શીખવવા માટે જાણીતા મસ્તાનમ્માનું ગુંટૂર જિલ્લમાં 107 વર્ષની વયે નિધન થયું છે. મસ્તાનમ્માનાના યુટ્યૂબ પેઝ પર 8 લાખથી વધુ સબસ્ક્રાઇબર હતા. મસ્તાનમ્માની કૂકિંગની સ્ટાઈલ નિરાળી હતી. જે તેમણે ક્યાંથી સીખી ન હતી. તે ખાવામાં તાજી ખેતરની શાકભાજી વાપરતાં હતાં. તેમના કિચનમાં કોઈ મોર્ડન ગેજેટ પણ ન હતું.

મસ્તાનમ્મા પ્રકૃતિની વચ્ચે ખુલ્લા ખેતરમાં જ ચૂલા પર રસોઈ બનાવતા હતા. તેમનાં લગ્ન 11 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેને પાંચ સંતાન છે. માત્ર 22 વર્ષની ઉંમરે તે વિધવા થઈ ગયા હતા. પતિના મોત બાદ મસ્તાનમ્મા એકલાએ પરિવારને સંભાળ્યો. તે બાળપણથી જ ખૂબ જ એક્ટિવ અને હાર્ડવર્કર હતા. રસોઈ બનાવવી તેની પસંદગીનું કામ હતું. તેના પૌત્રએ તેની પ્રતિભાને ઓળખી અને કન્ટ્રી ફૂડ નામે તેની મસ્તાનમ્માનાની ચેનલની શરૂઆત 19 ઓગસ્ટ 2016માં થઈ હતી .

જો કે ત્યારે તેની ઉંમર 105 હતી. માત્ર 2 વર્ષમાં તે લોકપ્રિય બની ગઈ અને આઠ લાખથી વધુ સબ્સક્રાઈબર જોડાઈ ગયા. કારે મસ્તાનમ્માનાની સૌથી પસંદગી પામેલી રેસિપી વોટરમેલન ચિકન છે. આ રેસિપીનો વીડિયો એક કરોડથી વધુ લોકોએ જોયો હતો. આ સિવાય ચિકન, બિરયાની અને ઈમૂ મીટ, કઢીનો વીડિયો પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બટાટા, હળદર, આદુ અને ટમાટરને છોલવાની કેટલીક અનોખી ટેકનિક પણ દર્શાવતા હતા.

છેલ્લા 6 મહિનાથી કારેની તબિયત સારી રહેતી ન હતી. છેલ્લા છ મહિનાથી તેની ચેનલ પર કોઈ નવો વીડિયો પણ અપલોડ ન થયો હતો. દુનિયાની સૌથી ઉંમરલાયક યુ-ટ્યૂબર અને પોપ્યુલર શેફ કારે મસ્તનમ્માનું 107 વર્ષની વયે નિધન થઈ ગયું. તે છેલ્લા લગભગ 6 મહિનાથી બીમાર હતાં.

પરિવારે તેમની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારનો વીડિયો અપલોડ કરી તેમના નિધનની જાણકારી આપી હતી. આ સમચારથી તેના ચાહકો અને સબ્સક્રાઈબર્સને આઘાત લાગ્યો છે. તે ઈમોશનલ મેસેજ કરીને તેમને શ્રદ્ધાજલી આપી રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter