GSTV
India ટોપ સ્ટોરી

સબરીમાલા મંદિર ચૂકાદા બાદ સુપ્રીમ અદાલત અને જન અદાલત આમને સામને

કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા બાદ હવે સુપ્રીમ અદાલત અને જન અદાલત આમને સામને આવી ગઇ છે. દિલ્હીથી લઇને તિરુવનંતપુરમ્ સુધી સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. જે મહિલાઓના હકમાં સુપ્રીમે ઐતિહાસિક ચૂકાદો આપ્યો તે મહિલાઓ જ આ વિરોધ પ્રદર્શનમાં મોટા પાયે જોડાઇ.

સબરીમાલા મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચૂકાદા બાદ કેરળમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશના દ્વારા ખોલી નાંખ્યા. પરંતુ જે મહિલાઓના હકમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં ખુદ મહિલાઓ જ મોટા પાયે રસ્તા પર ઉતરી. મહિલાઓએ હાથમાં બેનરો અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનો યોજ્યા.

કેરળથી શરૂ થયેલો વિરોધ દિલ્હીના જંતર મંતર સુધી પણ પહોંચ્યો. શ્રદ્ધાળુઓએ મંત્રોચ્ચાર સાથે દિલ્હીના કેરળ ભવનથી જંતર મંતર સુધી રેલી યોજી હતી. શ્રદ્ધાળુઓએ હાથમાં ભગવાન અયપ્પાના બેનર અને પોસ્ટરો લઇને વિરોધ પ્રદર્શન કર્યા. આ વિરોધ પ્રદર્શનમાં મોટા ભાગે મહિલાઓએ જ ભાગ લીધો. આ મહિલાઓએ માગણી કરી કે સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા બંધ ન કરી શકાય.

બીજી તરફ કેરળમાં ભાજપ અને શિવસેનાએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કર્યા. ભાજપના અનેક કાર્યકર્તાઓ તિરુવનંતપુરમમાં રસ્તા પર ઉતર્યા. બીજી તરફ મહિલાઓના અધિકારો માટે લડત ચલાવી રહેલી અનેક મહિલા કાર્યકર્તાઓ તેમજ કેરળ સરકાર પણ મહિલાઓના મંદિર પ્રવેશના સમર્થનમાં છે. ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરીને વર્ષો જુની પરંપરાને તોડી રહી છે. જ્યારે કેરળની ડાબેરી વિચારધારાવાળી સરકારની દલીલ છે કે મંદિરમાં પ્રવેશ એ મહિલાઓનો અધિકાર છે અને કેરળ સરકાર કોઇ પણ ભોગે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરશે.

મહત્વનું છે કે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની વયની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરવાનો આદેશ આપી તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાનો હક હોવાનો ચૂકાદો આપ્યો હતો.

 

Related posts

ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું

Moshin Tunvar

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah

રાહુલ કે નીતીશ નહીં, ખડગે INDIA ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર બની શકે છે, સોનિયા ગાંધીએ આપ્યા સંકેત

Padma Patel
GSTV