GSTV
Home » News » અમદાવાદના ભોજલધામમાં મોટી દુર્ઘટના : 10 મજૂરો હોસ્પિટલમાં ખસેડાયા, બે દટાયાની આશંકા

અમદાવાદના ભોજલધામમાં મોટી દુર્ઘટના : 10 મજૂરો હોસ્પિટલમાં ખસેડાયા, બે દટાયાની આશંકા

અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ નજીક એક કન્સ્ટ્રકશન સાઈટ પર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો છે. ઘટના સ્થળે સાતથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં 10 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ એમએમ દસ્તુરે જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 10 લોકોને બચાવવામાં આવ્યાં છે. જ્યારે બે લોકોને બચાવવાની કામગીરી હજુ ચાલુ છે. હાલ સ્લેબ તૂટ્યો ત્યાં કાટમાળ ખસેડવાની કામીગીરી કરવામાં આવી રહી છે. હજુ એક સપ્તાહ પહેલાં જ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી તેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. હજુ કોઈ દટાયું છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ડીસીપી ઝોન 5ના અક્ષયરાજ મકવાણાના જણાવ્યા અનુસાર એક પણ વ્યક્તિ નીચે દટાયો નથી આ બાબતે સંપૂર્ણ તપાસ કરાઈ છે. જે મલબો પડ્યો છે તેને હટાવવા માટે પણ જેસીબી દ્વારા કામગીરી કરાઈ રહી છે.

7થી વધારે ફાયરફાયટરોનો કાફલો ઘટનાસ્થળે

અમદાવાદની ઘટનામાં હાલમાં 30 જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. 7થી વધારે ફાયરફાયટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. એસપી રીંગ રોડ પર આવેલા ભોજલધામમાં ઘટેલી ઘટનાને પગલે પાણીની ટાંકી ફરી એકવાર અમદાવાદમાં ચર્ચામાં આવી છે. કોર્પોરેશન જ આ પાણીની ટાંકી બનાવી રહ્યું હતું. પાણીની ટાંકીનું ધાબુ ભરાતું હતું તે તૂટી જતાં મજૂરો દટાઈ ગયા હતા. ફાયર ફાયટર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ 7 જણાને બહાર કાઢી લીધા હતા. 3 મજૂરો દટાયા હોવાની આશંકા છે.

  • અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી
  • ફાયરબ્રિગેડનો ફાકલો ઘટનાસ્થળે દોડ્યો
  • ભોજલધામ પાસે બની આ ઘટના
  • 10 લોકોને બચાવી લેવાયા
  • 2 હજુ દટાયા હોવાની આશંકા

અમદાવાદના બોપલમાં જર્જરીત ટાંકી ધરાશાયી થવાના મામલે તંત્ર હરકતમાં આવ્યુ છે..જર્જરીત ટાંકીને તોડી જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાર નગરપાલિકા અને બે ખાનગી સોસાયટીની ટાંકી મળી 6 ટાંકીનો સર્વે કન્સલ્ટીંગ ઇજનેર પાસે કરાવામાં આવ્યો હતો. જેમાંની એક ટાંકી જર્જરીત હાલતમાં હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે બાદ ટાંકીને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

READ ALSO

Related posts

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

બંગાળ: CM મમતા બેનરજીએ PM મોદી સાથે મુલાકાત માટે માગ્યો સમય, આ દિવસે યોજાશે બેઠક

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!