ગુજરાતમાં ગત રોજ બુધવારનાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 21 હજાર કેસ સામે આવ્યાં હતાં ત્યારે હવે દિવસે ને દિવસે કોરોનાનાં કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકારે બેઠકોનો દૌર પણ શરૂ કરી દીધો છે. ત્યારે તમને જણાવી દઇએ કે, સરકારે હાલમાં કોવિડ ગાઇડલાઇનનાં નિયમો કડક કરી દીધાં છે. એવામાં હાલમાં સરકારે ગાઇડલાઇન મુજબ લગ્નમાં 150 લોકોની જ મર્યાદા નક્કી કરી છે. પરંતુ હજુ પણ લગ્નની સંખ્યામાં મોટો ઘટાડો કરાય તેવી શક્યતા છે.

લગ્નમાં પરવાનગી કરતા ઓછાં માણસને બોલાવવા જોઈએ
આ અંગે નિષ્ણાંત ડૉક્ટરનાં જણાવ્યાં અનુસાર, લગ્ન પ્રસંગ તો આવતા-જતા રહેશે પરંતુ જો બીમારી ફેલાશે તો પ્રજાને જ નુકસાન થશે. લોકો લગ્ન અને મેળાવડાઓમાં જો કાળજી નહીં રાખે તો અનેક લોકો સંક્રમિત થાય તેવી શક્યતા છે. આથી જો લગ્નમાં પરવાનગી કરતા ઓછાં માણસને બોલાવવા જોઈએ અને શક્ય હોય તો લગ્ન મોકુફ જ રાખવા જોઈએ. કદાચ જો લગ્ન રાખવામાં આવે તો જે સમય હોય એના કરતાં સમય વધારીને મહેમાનોને અલગ-અલગ સમયે બોલાવવા જોઈએ.

હજુ કેસ હજારોની સંખ્યામાં વધી શકે છે
વધુમાં કોવિડ ટાસ્કફોર્સનાં સભ્ય અને ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર સુધીર શાહે જણાવ્યું કે, ‘હજુ કેસ હજારોની સંખ્યામાં વધી શકે છે. અન્ય દેશોમાં પણ આંકડો ખૂબ સતત ગતિએ વધી રહ્યો છે. ત્યારે આપણાં દેશમાં વેક્સિનેશન જ એક એવી પ્રક્રિયા છે કે જે વધતા જતા કેસોને રોકી શકે.’ સાથે ડૉક્ટરે એમ પણ કહ્યું કે, ‘શિસ્ત અને સંયમથી લોકો વર્તે તો કેસનાં આંકડાઓ બદલાઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેર 3થી 6 અઠવાડિયામાં પીક પર આવશે આથી સરકારે હજુ પણ યોગ્ય નિયંત્રણો લાદવા જોઈએ. લોકોએ હજુ થોડો સમય સંયમ રાખવાની જરૂર છે.’
READ ALSO :
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન