GSTV
India News ટોપ સ્ટોરી

કોરોનાનો કાળો કહેર/ દેશમાં ત્રીજી લહેરે વેગ પકડ્યો, સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૩.૫૦ કેસ

કોરોના

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૩.૫૦ લાખને પાર થયા હતા, જેમાં ઓમિક્રોનના ૯,૬૯૨ કેસનો સમાવેશ થાય છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૮૭ કરોડને પાર થઈ ગયા છે. એક્ટિવ કેસ પણ ૨૧ લાખની નજીક પહોંચી ગયા છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. કોરોનાથી વધુ ૭૦૩નાં મોત સાથે મૃત્યુઆંક પણ ૪.૮૮ લાખને પાર થઈ ગયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કોરોના

દેશમાં શુક્રવારે કર્ણાટકમાં સૌથી વધુ ૪૮,૦૪૯ કેસ નોંધાયા હતા, જેમાંથી ૨૯,૦૬૮ કેસ એકલા બેંગ્લુરુમાં જોવા મળ્યા હતા. કર્ણાટકમાં શુક્રવારે વધુ ૨૨ દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૩૪,૨૫,૦૦૨ થઈ હતી અને મૃત્યુઆંક વધીને ૩૮,૫૩૭ થયો હતો. કર્ણાટકમાં કોરોનાના દૈનિક કેસ વિક્રમી સ્તરે હોવા છતાં રાજ્ય સરકારે સાપ્તાહિક કરફ્યૂ ઊઠાવી લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, રાત્રે ૧૦.૦૦થી સવારે ૫.૦૦ સુધીનો કરફ્યૂ યથાવત્ રહેશે. મહેસૂલ મંત્રી આર. અશોકે જણાવ્યું હતું કે, નિષ્ણાતોના અહેવાલના આધારે કરફ્યૂ ઊઠાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હોસ્પિટલાઈઝેશનનો દર પાંચ ટકા છે. આ દર વધશે તો રાજ્યમાં ફરીથી વીકએન્ડ કરફ્યૂ લગાવવામાં આવશે.

કેરળમાં પણ શુક્રવારે કોરોનાના નવા ૪૧,૬૬૮ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૫૫,૨૯,૫૬૬ થયા છે. દિલ્હીમાં પણ કોરોનાના દૈનિક કેસ ઘટયા છે. શુક્રવારે દિલ્હીમાં કોરોનાના ૧૦,૭૫૬ કેસ નોંધાયા હતા અને વધુ ૩૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૧૮.૦૪ ટકા થયો હતો. દિલ્હીમાં કેસ ઘટવા છતાં નાઈટ અને વીકએન્ડ કરફ્યૂ યથાવત્ રખાયા છે. જોકે, ખાનગી ઓફિસોને ૫૦ ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી અપાઈ છે.

કોરોના

દરમિયાન ભારતમાં કોઈપણ દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે કેન્દ્ર સરકારે કેટલાક ફેરફાર કરીને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ‘જોખમ’વાળી શ્રેણીના દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર નવા નિયમો લાગુ થશે. આ દેશોમાંથી આવતા બધા જ પ્રવાસીઓના ભારતીય એરપોર્ટ પર કોરોના ટેસ્ટ થશે. જે પ્રવાસી પોઝિટિવ હશે, તેના સેમ્પલ જિનોમ ટેસ્ટિંગ માટે મોકલાશે. સાથે જ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ તેમને આઈસોલેટ કરાશે. જોકે, તેમણે આઈસોલેશન ફેસિલિટીમાં જવાની જરૂર નથી. ૨૨મી જાન્યુઆરીથી જોખમવાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આઈસોલેશન સુવિધા ફરજિયાત નહીં હોય. આ પહેલા ૭મી જાન્યુઆરીના એક સર્ક્યુલરમાં કહેવાયું હતું કે આવા પ્રવાસીઓએ આઈસોલેશન ફેસિલિટીમાં રહેવું પડશે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV