GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ ત્રીજી લહેરના સંકજામાં: સંક્રમિતનો આંક 1100 પર પહોંચ્યો, સુરતમાં કુલ કેસના 532 સંક્રમિત વિદ્યાર્થીઓ! સ્કૂલોમાં કોરોનાનો કહેર….

કોરોના

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે, જેમાં ત્રીજી લહેરે ઘાતક સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સ્કૂલો, કોલેજ, સ્ટડી ક્લાસમાં સંક્રમણ વાયુવેગે ફેલાતા આખરે રાજ્ય સરકારે ધોરણ1થી 9ના ઓફલાઈન વર્ગો સંપૂર્ણ રીતે બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દીધા છે. રાજ્યભરમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય તંત્રની ચિંતા તો વધી છે સાથે સાથે વાલીઓ પણ ચિંતાતૂર બન્યા છે.

સુરતમાં ગત રોજ 70 વિદ્યાર્થીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

 • સ્વામિનારાયણ સ્કૂલના 9 વિદ્યાર્થીઓ
 • એસપીબી ફિઝિયોથેરાપી કોલેજના 7 વિદ્યાર્થીઓ
કોરોના

સંક્રમિત વિદ્યાર્થીઓ આ સ્કૂલના

 • જીડી ગોએન્કા,
 • લાન્સર આર્મી સ્કૂલ,
 • જેએચ અંબાણી સ્કૂલ,
 • એલએચ બોઘરાવાલા,
 • મહેશ્વરી વિદ્યાલય,
 • રાયન ઇન્ટરનેશનલ,
 • દીપ દર્શન, શારદા યતન,
 • વનિતા વિશ્રામ,
 • આશાદીપ,
 • અગ્રવાલ વિદ્યાવિહાર,
 • સંસ્કારદીપ,
 • ડીઆરબી કોલેજ
કોરોના

બીજી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ, સુરતસ વડોદરા સહિતાન શહેરોમાં તો કેસો સામે આવ્યા છે પણ સુરતની વાત કરીએ તો એ હદે પરિસ્થિતિ ચિંતાનજક બની છે કે અડધા પણ ઉપર એટલે કે 532 કેસો સામે આવતા સુરત શહેર તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું પણ આ વચ્ચે એ રાહતના સમાચાર છે કે એક પણ વિદ્યાર્થીની સ્થિતિ અતિગંભીર નથી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે.

રાજ્યની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણમાં વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. પ્રથમ ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં તો આંકડો 1100 સુધી પહોંચી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ શહેરો કરતા સુરતમાં વધુ કેસો સામે આવ્યા છે. પ્રથમ નંબરે સુરત શહેર, બીજા સ્થાન પર રાજકોટ સીટી પછી રાજ્યના પાટનગરમાં આંકડો અડધી સદીએ પહોંચ્યો છે, પછી સંસ્કારી નગરી વડોદરાનો નંબર છે ત્યાં કેસો ડબલ આંકડામાં છે પણ તે આંક 20 સુધી સિમિત છે. તમને જણાવી દઈએ કે તમામ શહેરોના આંકડાઓ DEO કચેરીએ સત્તાવાર રીતે જાહેર કર્યા છે.

રાજ્ય સરકારે 1થી 9 ધોરણના ઓફલાઈન વર્ગો બંધ કર્યા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વધતા સંક્રમણનો જોતા રાજ્ય સરકારે 1થી 9 ધોરણના ઓફલાઈન વર્ગો બંધ કર્યા છે. છત્તાં પણ સતત વધતા કેસો પણ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓએ રસી લીધી નથી, તેમના વાલીઓ પણ ચિંતામાં છે.

નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે સાંજ સુધીમાં ઇંમરજન્સીમાં સારવાર માટે આવેલા 9 દર્દીના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાંડેસરાનો યુવાન સિવિલમાંથી ભાગી ગયો હતો. જ્યારે અન્ય દર્દીને કોવિડ બિલ્ડીંગમાં શિફટ કરવામાં આવ્યા છે. શનિવારે તાત્કાલિક સારવાર વિભાગમા આવેલા 140 વ્યક્તિના કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 32 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જયારે રવિવારે સાંજ સુધીમાં 46 પૈકી 9 દર્દીના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

સિવિલના ઇમરજન્સી વિભાગમાં શનિવારે 32 અને રવિવાર સાંજ સુધીમાં 9 દર્દીના રેપિડ પોઝિટિવ આવ્યા

જેમાં પાંડેસરામાં રહેતા 24 વર્ષના યુવાનને માથામાં દુઃખાવો, તાવ, ખાંસી અને શ્વાસની તકલીફ હોવાથી આજે સવારે સારવાર માટે સિવિલના કિડની બિલ્ડીંગમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લવાયો હતો. તેનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તેને વધુ સારવાર માટે સ્ટેમસેલ બિલ્ડીંગમાં લઇ જવા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, એમ્બ્યુલન્સ આવે તે પહેલા તે દર્દી ત્યાંથી ભાગી ગયો હતો.

સુરતમાં નવા વર્ષના આરંભથી કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા છેલ્લા સાત દિવસમાં 4078 કેસ નોધાયા છે. શુક્રવારે સુરત જીલ્લાના પલસાણા ખાતે કોરોના સંક્રમિત વૃધ્ધાનું મોત થયુ હતુ. જયારે અઠવામાં 370, રાંદેરમાં 239 અને વરાછા એ ઝોનમાં 191 સહિત1350 અને જીલ્લામાં 102 દર્દી મળી કુલ 1452 કેસ નોંધાયા છે. જયારે 256 દર્દીને રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ છેલ્લા સાત દિવસમાં 4078 કેસ નોધાયા છે. જયારે 318 દર્દીઓને રજા આપવામાં આવી છે. તેવા સમયે કોરોના સપડાયેલા પલસાણામાં કણાવગામમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધાનું શુક્રવારે મોત થયુ હતુ. જયારે સિટીમાં શુક્રવારે સૌથી વધુ અઠવામાં 370, રાંદેરમાં 239, વરાછા એમાં 191, કતારગામમાં 156, ઉધનામાં 155, સેન્ટ્રલમાં 68, વરાછા બીમાં 81, લિંબાયત ઝોનમાં90 કેસ નોધાયા છે. જેમાં 98 વિધાર્થી , પાંચ શિક્ષકો, સાત ડોકટરો, પોલીસજવાન, કપડાના દુકાનદાર, મેડીકલ સ્ટોરધારક, પ્રોફેસર, બે બેન્કકર્મી, એક કોર્પોરેટર તથા હીરા સાથે સંકળાયેલા 14 અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 9 વ્યકિતનો સમાવેશ થાય છે. કોરોના સંક્રમિત થયેલા 615 વ્યકિતઓએ વેકસીનના બંને ડોઝ લીધા હતા.

અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 116,460

કોરોના

અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 116,460 છે. જેમાં 1630 વ્યકિત મોતને ભેટયા છે. જયારે જીલ્લામાં નવા 102 સાથે કુલ 32,564 કેસ પૈકી કુલ 489નાં મોત થયા છે. સિટી અને જીલ્લામાં મળીને કુલ 149,024 કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક 2119 છે. સિટીમાં 248 સાથે 110,674 અને ગ્રામ્યમાં 8 સાથે 31,759 મળીને કુલ 142,433 દર્દીઓ સાજા થયા છે. કોરોનામાં ગંભીર હાલતના નવી સિવિલમાં ત્રણ અને સ્મીમેરમાં ચાર દર્દી સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

ભાજપ માટે ચિંતાનો વિષય! ૧૫ વર્ષનું સૌથી નિરસ મતદાન/ મોદી, વાળા, રૃપાણીના મતવિસ્તાર રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાનમાં 10 ટકા ઘટાડો

pratikshah

માર્કેટ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક, ક્રૂડ સસ્તું થયું છતાં ન તેલ સસ્તું થયું,ન ઈંધણ! સિંગતેલમાં વધુ 20નો વધારો

pratikshah

SPORTS BREAKING! FIFA World Cup 2022માંથી જર્મની બહાર, જાપાને સ્પેનને હરાવી કર્યો ઉલટફેર

pratikshah
GSTV