GSTV
Home » News » નોટબંધીનો આજે ત્રીજો જન્મદિવસ : 2000ની નોટ તો સરકારે છાપવાની પણ કરી બંધ

નોટબંધીનો આજે ત્રીજો જન્મદિવસ : 2000ની નોટ તો સરકારે છાપવાની પણ કરી બંધ

3 વર્ષ પહેલાં આજના દિવસે વડા પ્રધાને રાત્રે આઠ વાગ્યે આપેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. રિઝર્વ બૅન્ક મુજબ, નોટબંધી વખતે રૂપિયા 500 અને 1,000ની 15 લાખ 41 હજાર કરોડ રૂપિયાની નોટ દેશના ચલણમાં હતી. આ નોટમાંથી 15 લાખ 31 હજાર કરોડનું ચલણ સિસ્ટમમાં પરત પહોંચ્યું છે. 2000ની નોટ જે સૌથી મોટી જાહેર થઈ હતી . ધીમે ધીમે સરકારે છાપવાનું પણ બંધ કરી દીધું છે. 8મી નવેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદની એક જાહેરાતને પગલે ભારતીય ઈતિહાસમાં અવિસ્મરણીય બની ગઈ છે. ત્રણ વર્ષ અગાઉ વર્ષ 2016ની 8મી નવેમ્બરે વડાપ્રધાને કાળુ નાંણુ અટકાવવા, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા, આતંકવાદ પર અંકુશ મૂકવા સહિતના અનેક કારણો ગણાવીને રૂ. 500 અને રૂ. 1000ની નોટોના ચલણ પર પ્રતિબંધ મૂકતાં ભારતભરમાં સનસનાટી મચી ગઈ હતી.

સફળ રહી કે નહીં તે ચર્ચાનો વિષય

આ ઘટનાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે પીએમ મોદીની નોટબંધી કેટલી સફળ રહી તે હજી પણ ચર્ચાનો વિષય છે. વર્ષ 2016માં 8મી નવેમ્બરની રાતે 8.00 વાગ્યે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને રૂ. 500 અને રૂ. 1000ની નોટોના ચલણ પર પ્રતિબંધ મૂકી દીધો. થોડાક જ સમયમાં સમગ્ર દેશમાં દોડાદોડ થઈ ગઈ અને જ્વેલર્સ, પેટ્રોલ પંપો, એટીએમ સહિત અનેક જગ્યાએ ઠેરઠેર લોકોની લાઈનો લાગી. લોકોએ હાથ પરની રોકડ વટાવવા આખી રાત જ્વેલર્સ, પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી.

જ્યારે બેંકો અને એટીએમની બહાર લાગી લાંબીલચ લાઈનો

બીજા દિવસથી રૂ. 500 અને રૂ. 1000ની નોટો જમા કરાવવા માટે અને પોતાના જ ખાતામાંથી રકમ ઉપાડવા માટે બેન્કો અને એટીએમની બહાર લાઈનો લાગવાનું શરૂ થયું. લગભગ છ મહિના સુધી સમગ્ર દેશ લાઈનોમાં ઊભો રહી ગયો હતો. આજે આ ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયા છતાં દેશ આ ઘટનાને ભૂલી શક્યો નથી. લોકોની તીજોરીમાં રહેલું કાળુ નાંણુ બહાર લાવવા લદાયેલી નોટબંધી સફળ રહી હોવાના વડાપ્રધાન મોદી અને ભાજપના સતત દાવાઓ વચ્ચે મોટાભાગના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે નોટબંધી સદંતર નિષ્ફળ રહી છે. આજે દેશમાં જે આર્થિક કટોકટી છે તેના મૂળ નોટબંધીમાં હોવાનું અનેક અર્થશાસ્ત્રીઓ દબાયેલા સૂરમાં કહી રહ્યા છે.

રોકડનો સંગ્રહ ત્રણ ગણો વધી ગયો

એક તાજા રિપોર્ટ મુજબ લોકોએ નોટબંધીના ત્રણ વર્ષમાં રોકડનો સંગ્રહ લગભગ ત્રણ ગણો વધી ગયો. મોદી સરકારે રૂ. 500 અને રૂ. 1000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ રૂ. 500ની નોટ નવા અવતારમાં બજારમાં આવી અને રૂ. 1000ના બદલે રૂ. 2,000ની નોટ બજારમાં ફરતી થઈ. રૂ. 2,000ની નોટે કાળા નાંણાનો સંગ્રહ કરનારાઓને વધુ સુવિધા પુરી પાડી. વર્ષ 2011-12થી અને નોટબંધી પહેલા 2015-16 સુધી ઘરોમાં રોકડનો સંગ્રહ બજારમાં ચાલતા કુલ કરન્સીના 9થી 12 ટકા જેટલી હતી. પરંતુ 2017-18ના એક જ વર્ષમાં તે 26 ટકા જેટલો વધી ગયો.

નોટબંધીની સુસ્તી ખેંચી ગઈ આર્થિક મંદી તરફ

નોટબંધીના કારણે અર્થતંત્રમાં આવેલી સુસ્તી છેવટે દેશને આર્થિક મંદી તરફ ખેંચી ગઈ. પરીણામે એમએસએમઈ, ઓટો સેક્ટર અને રિયલ એસ્ટેટ મંદીમાં ફસાયા. હાલ સરકારે દેશને આ મંદીમાંથી બહાર કાઢવા માટે વિવિધ આર્થિક બૂસ્ટર ડોઝ આપવા પડી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ રિયલ એસ્ટેટને રૂ. 25,000 કરોડની આર્થિક સહાયનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

સિયાચિનમાં હિમસ્ખલન થતા સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા, સર્ચ અભિયાન શરૂ

Nilesh Jethva

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!