GSTV

લિવિંગ રૂમને રિનોવેટ કરાવવાનું વિચારી રહ્યા છો? આટલા ખર્ચમાં જ ચકાચક રૂમ થઈ જશે તૈયાર

જો તમે તમારા લિવિંગ રૂમને રિનોવેટ કરાવવાનું વિચારી રહ્યા છો તો ફેસ્ટિવલનો ટાઇમ સૌથી શ્રેષ્ઠ હોય છે. જાણો, કેટલાક એવા ઉપાય જેનાથી તમે ઓછા ખર્ચામાં ઘરને સુવ્યવસ્થિત રીતે રિનોવેટ કરાવી શકશો.

1. કેન્ડલ્સ નહીં લાઇટ્સ : કેન્ડલ્સનો ઉપયોગ કર્યા બાદ થોડાક સમયમાં તે વપરાશ વગર એક ખૂણામાં પડી રહે છે. હવે સમય આવી ગયો છે કે તમે કેન્ડલ્સની જગ્યાએ લાઇટ્સનો ઉપયોગ કરો. જેથી તેને સાફ પણ રાખી શકાય અને લાંબા સમય સુધી વાપરી પણ શકાય. શક્ય હોય તો લટકાવી શકાય તેવી લાઇટ્સ ખરીદ્યો જેથી ફર્શ ખાલી રહે.

2. સોફા કમ બેડ : ઘરમાં જગ્યા ઓછી હોય તો ફર્નીચર વધારવા કરતા યોગ્ય રહેશે કે ટૂ-ઇન-વન ચીજવસ્તુઓનો ઉપયોગ કરો. એવામાં સોફા કમ બેડ સારો વિકલ્પ છે, જેને તમે પોતાની સુવિધા અનુસાર મોલ્ડ કરી શકો છો.

3. મ્યૂઝિક સિસ્ટમની સાથે સ્લિમ સ્પીકર : વિશાળ મ્યૂઝિક સિસ્ટમ જેમાં ચાર મોટા સ્પીકર છે જે તમારી આખી દિવાલને કવર કરી લે છે, જે તમારા રૂમને અવ્યવસ્થિત લુક આપે છે. એના કરતા તમે એક સ્લિમ સ્પીકર લગાવી શકો છો જેની સાઉન્ડ ક્વૉલિટી પણ સારી હોય છે અને જે જગ્યા પણ ઓછી રોકે છે.

4. બીન બેગ્સ નહીં વુડન ચેર : કેટલાક લોકો આરામથી બેસવા માટે બીન બેગ્સ ખરીદતા હોય છે, જે થોડાક સમય બાદ જ બિન ઉપયોગી વસ્તુઓમાં સામેલ થઇ જાય છે, કારણ કે તે કમરના દુખાવાનું કારણ બની જાય છે અને ત્યારબાદ તે માત્ર રૂમમાં જગ્યા રોકવાનું કામ કરે છે. તેની જગ્યાએ તમે એન્ટીક વુડન ચેર અથવા રિક્લાઇનર ખરીદી શકો છો જે ઓછી જગ્યામાં આરામદાયક સાબિત થશે.

5. આર્ટિફિશિયલ નહીં ફ્રેશ છોડ : લોકો આર્ટિફિશિયલ પ્લાન્ટ્સનો ઉપયોગ કરીને ઘરની શોભા વધારતા હોય છે, પરંતુ થોડાક સમય બાદ તેમાં ધૂળ જામી જાય છે. ફેંગશુઇ અને વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ નકારાત્મક ઊર્જા આપે છે. આર્ટિફિશિયલ પ્લાન્ટ્સની જગ્યાએ તમે રિયલ છોડ લગાવી શકો છો.

Read Also

Related posts

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!