વિચારો કેવી બિમારી હશે કે છોકરીનાં માતા-પિતાએ કૉર્ટમાં જઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી

gujarat highcourt

અમદાવાદમાં એક પથારીવશ બિમાર દીકરીને ઈચ્છા મૃત્યુ મળે તે માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. 22 વર્ષથી દિકરી પથારી વશ છે. અસાધ્ય રોગથી પીડિત આ દિકરી હલનચલન કરી શકતી નથી.

માનસિક સંતુલન પણ રહેતુ નથી. અને ઈલાજ પણ શક્ય ન હોવાથી તેને ઈચ્છા મૃત્યુ મળે તે માટે માતાપિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સરકારના જવાબ બાદ હાઈકોર્ટ ઈચ્છા મૃત્યુ માટે નિર્ણય કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter