GSTV
Home » News » મેડિકલ સ્ટોર ભાડે આપતાં પહેલાં 100 વાર વિચારજો, સરકાર મારી દેશે દુકાનને તાળાં

મેડિકલ સ્ટોર ભાડે આપતાં પહેલાં 100 વાર વિચારજો, સરકાર મારી દેશે દુકાનને તાળાં

ફાર્મા કંપનીઓમાં નોકરી કરતાં અને કેમિસ્ટોને તેમના લાઈસન્સ ભાડે આપી દઈને બમણી આવક કરતાં ગુજરાતના 3000 જેટલા ફાર્માસિસ્ટોને ફાર્મસી કાઉન્સિલે આ પ્રવૃત્તિ તત્કાળ બંધ કરી દેવા ચેતવણી આપી છે. આ પ્રવૃત્તિ બંધ કરવામાં ન આવે તો તેમનુ લાઈસન્સ રદ કરી દઈને તેમની સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે.

ફાર્મસી કાઉન્સિલની તાજેતરમાં જ મળેલી બેઠકમાં 103 ફાર્માસિસ્ટોને સસ્પેન્ડ કરીને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ દવા કંપનીઓને પણ ડયૂઅલ જોબ કરતાં ફાર્માસિસ્ટોને ચીમકી આપી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. બીજા 276 ફાર્માસિસ્ટોને નોટિસ આપવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે 103 ફાર્માસિસ્ટોને સસ્પેન્ડ કરી દંડ ફટકાર્યોઃ છ માસમાં 241 સામે કાર્યવાહી કરવામાં આવી.

ગત 15મી ઓક્ટોબરે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે એક બેઠક યોજી તેમાં 103 ફાર્માસિસ્ટોને સસ્પેન્ડ કરીને રૂ. 5000નો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ દવા કંપનીઓને પણ ડયૂઅલ જોબ કરતાં ફાર્માસિસ્ટોને ચીમકી આપી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ રીતે છેલ્લા છ માસમાં 241 ફાર્માસિસ્ટો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ફાર્મસી કાઉન્સિલે જણાવ્યું છે.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલનું કહેવું છે કે કેમિસ્ટો ફાર્માસિસ્ટ વિના દવા આપે તે યોગ્ય નથી. કાયદેસર ગુનો છે. તેથી દરદીઓએ પણ દવા લેતી વખતે ફાર્માસિસ્ટ છે કે નહિ તેની ખાતરી કરીને જ કેમિસ્ટો પાસેથી દવા લેવી જોઈએ. તેમનું કહેવું છે કે ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના ઇન્સ્પેક્ટરોએ આ ગેરરીતિઓ પકડવી જોઈએ. તેઓ અત્યાર સુધી શેનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે તે જ એક મોટો સવાલ છે.

ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ ઓનલાઈન રજિસ્ટ્રેશનની સિસ્ટમ રાખી હોવાથી એક ફાર્માસિસ્ટ બે જગ્યાએ નોકરી કરી જ ન શકે તેવી સિસ્ટમ ગોઠવી હોવા છતાંય ગુજરાતમાં 3000 કેમિસ્ટોએ તેમનું લાઈસન્સ ભાડે આપ્યું હોવાની હકીકત જ દર્શાવે છે કે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના અધિકારીઓ સદંતર નિષ્ક્રિય છે.

READ ALSO

Related posts

રણવીર સિંહ ફર્સ્ટ એનિવર્સરીની ખાસ તૈયારી કરી રહ્યા છે , દિપિકા પાદુકોણે શેર કરી પાર્લરની ફોટો

pratik shah

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi

બ્રિટનમાં ખાસ તરીકેનાં પદાર્થથી બની રહ્યો છે રસ્તો, મજબૂતી એવી કે ખાડા પણ નહી પડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!