GSTV
Fashion & Beauty Life Trending

Skin Care/ ઓઇલી સ્કિન પર ભૂલીને પણ ન લગાવો આ 4 વસ્તુઓ, નિસ્તેજ લાગશે ચહેરો

જે લોકોની સ્કિન ઓઇલી હોય છે તેમને ચહેરાનુ વિશેષ ધ્યાન રાખવુ પડે છે નહિ તો ચહેરા પર તેની માઠી અસર પડે છે. આપણે હંમેશા ત્વચા પર એવા બ્યુટી પ્રોડકટ્સ કે ફેસ પેક લગાવીએ છીએ જેનાથી ફેસને નુકસાન થઇ શકે છે. આજે અમે તમને એવી ચીજો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનો ઉપયોગ ઓઇલી સ્કિન પર ન કરવો જોઇએ

ઓઇલી

ઓઇલી સ્કિન પર ન લગાડો આ 4 વસ્તુઓ
મલાઇ

ચહેરાને નિખારવા માટે મલાઇનો ઉપયોગ એકદમ સામાન્ય બાબત છે, પરંતુ જેમની ત્વચા તૈલી હોય તેઓ પણ આમ કરે તો ચહેરા પર તેલનું પ્રમાણ વધુ વધી જાય છે જેના કારણે ફોડલા અને પિમ્પલ્સ વધી શકે છે.

પેટ્રોલિયમ જેલી

ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે આપણે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમે આ પ્રોડક્ટને ચહેરા પર લગાવો છો જે પહેલાથી જ તૈલી છે, તો ત્વચા વધુ ચીકણી થઈ જશે.

નાળિયેર તેલ

જો કે નાળિયેર તેલ ત્વચા માટે કોઈ ઔષધીથી ઓછું નથી, પરંતુ તૈલી ત્વચા પર તેનો ઉપયોગ ક્યારેય ન કરો કારણ કે તે ચહેરાના છિદ્રોને બંધ કરી દેશે, જેનાથી પિમ્પલ્સનું જોખમ વધી જાય છે.

ચણાનો લોટ

ચણાના લોટમાંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તે ઓઇલી સ્કિન માટે સારો નથી, કારણ કે તેનાથી ચહેરા પર બળતરા થાય છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV