GSTV
Home » News » મોંના છાલા અને દુર્ગંધથી થઇ ગયાં છો પરેશાન? મટાડવા માટેના આ નુસખા

મોંના છાલા અને દુર્ગંધથી થઇ ગયાં છો પરેશાન? મટાડવા માટેના આ નુસખા

જમ્યા પછી મોંમાંથી વાસ આવતી હોય તો ગોળનો ગાંગડો મોં મા મુકીને ચૂસો. જામફળના પાનમાં કાથો લગાવીને ચાવી જાઓ. શિયાળામાં દાંત દુખે તો આદુનો ટુકડો દાંતમાં દબાવી દો.

– છાલા મટાડવા માટે દાડમના 10 ગ્રામ પાંદડાને 300 ગ્રામ પાણીમાં ઉકાળો. ચોથા ભાગનું પાણી રહે એટલે એનાથી કોગળા કરો. 

– 10 ગ્રામ મધ, 10 ગ્રામ સરકો, 10 ગ્રામ ફટકડીનો પાડવર અને 1 ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ  કરો. એનાથી સવાર સાંજ દંતમાલિશ કરવાથી પાયરિયામાં રાહત મળશે.

– લીંબુની સૂકાયેલી છાલનું ચૂર્ણ બનાવો. તેમાં મીઠું ઉમેરીને ટૂથ પાવડર તરીકે વાપરશો તો દાંતની પીળાશ જતી રહેશે.

– શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો સિંધવ મીઠું અને સરસિયાના તેલ મિક્સ કરીને આંગળીથી બ્રશ કરો. એમાં થોડો સોડો ઉમેરશો તો વધારે સારા પરિણામ મળશે.

– ચામાં મેથીના દાણા ઉકાળીને પીવાથી મોંની દૂર્ગંધ દૂર થશે.

– રોજે અનાનસનો જ્યૂસ પીવાથી મોંની દૂર્ગંધ દૂર થશે.

– દાંતને સાફ રાખવા અને રોગમુક્ત રાખવા હરડે ચૂર્ણથી મંજન કરો.

– પેઢામાંથી લોહી આવતું હોય તો જાંબુના રસથી કોગળા કરો.

– જામફળના પાન ચાવવાથી કે તેના પાંદડાના કાઢામાં ફટકડી મિક્સ કરીને કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.

– રોજે 20 ગ્રામ તલ ચાવવાથી દાંત મજબુત થાય છે.

– દાંત દુખતો હોય તો કાળા મરી અને તુલસીના પાન વાટીને ગોળી બનાવો. તેને જે દાંત દુખતો હોય ત્યાં દબાવી દો.

– ગળામાં તકલીફ હોય તો તુલસીના પાનનો રસ હુંફાળ ગરમ પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.

– કાથાનો કટકો અને સાકરને ચૂસવાથી છાલા મટી જશે.

– દાંત દુખતો હોય તો લસણની કળીને ત્યાં દબાવી દો, રાહત મળશે.

– સરખી રીતે દાંત સાફ કરો. દર 3-4 મહિને બ્રશ બદલી નાંખો. વધુમાં વધુ 2 મિનિટ જ બ્રશ કરો. ગળી વસ્તુ ખાધા પછી કોગળા કરો.

Read Also

Related posts

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે તમારા કામનું, કોઇ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ

Dharika Jansari

ભૂલથી પણ દાનમાં ન આપતા વસ્તુઓ, લક્ષ્મીજી રિસાશે અને બિઝનેસમાં આવશે નુકસાન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!