GSTV
Life Relationship Trending

OMG! પત્નીઓ પોતાના પતિને ક્યારેય નથી જણાવતી આ હકીકતો, હંમેશા બોલે છે ખોટુ

પત્નીઓ

આમ તો પતિ-પત્ની લગ્ન સમયે એકબીજાને 7 પ્રકારના વચન આપે છે જેમાં માં સુખ-દુખ અને જવાબદારીઓ સાથી મળીને નિભાવવા પણ સામેલ હોય છે. પરંતુ તેમ છતાં તેઓ એકબીજા સાથે ઘણી વાતો શેર નથી કરતા. તેવામાં અમે તમને પત્નીઓના એવા જૂઠાણાંઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જે મોટાભાગની પત્નીઓ બોલે છે.

સામાન્ય રીતે પત્નીઓ ઘરને ખરાબ સમયથી બચાવવા માટે કેટલીક બચતો કરે છે. તેના માટે તે સમયે સમયે જૂઠાણાંનો સહારો લઇને પતિ પાસેથી રૂપિયા લેતી રહે છે અને ઘર અથવા કોઇ બચત ખાતામાં સેવ કરે છે.

મોટાભાગની પત્નીઓ પતિ અથવા ઘરના સભ્યોથી પોતાની બિમારી છુપાવે છે. ગંભીર બિમારી હોવા છતાં તે સામાન્ય દુખાવો અથવા નાની બિમારી કહીને ટાળવાની હંમેશા કોશિશ કરે છે. જેથી ઘરના લોકો પરેશાન ન થાય.

સામાન્ય રીતે પત્નીઓ જ્યારે પણ શૉપિંગ પર કોઇ વધુ મોંઘો સામાન ખરીદી લે છે, તો તેવામાં પતિ અથવા ઘરના સભ્યોને તેની સાચી કિંમત જણાવવા પર મોટાભાગે ખોટુ બોલે છે, જેથી તેના પર કોઇ ગુસ્સે ન થાય.

મોટાભાગની મહિલાઓ પોતાના ફ્રેન્ડ્સની સામે પોતાના પતિ અને પોતાના સ્ટેટસને લઇને ખોટુ બોલે છે. પોતાના ફ્રેન્ડ્સ વચ્ચે પોતાની ફેમિલીનું સ્ટેટસ જાળવી રાખવા માટે તે આવુ કરે છે.

મહિલાઓ બહાર ડેટ અથવા કોઇ ફેમિલી લંચ પર મોટાભાગે ખોટુ બોલે છે. તે ક્યારેય પોતાની પસંદની ડિશનો ઓર્ડર નથી આપતી, પરંતુ બીજાના ઓર્ડરમાં જ એડજસ્ટ કરી લે છે. પૂછવા પર પણ તે ભૂખ ઓછી હોવાનું બહાનુ આગળ ધરી દે છે.

મહિલાઓ મોટાભાગે પતિ અથવા કોઇ પોતાના નજીકના વ્યક્તિની ગિફ્ટ પસંદ ન આવે તો પણ સારી છે તેમ કહીને રાખી લે છે. કારણ કે તે તેને દુખી કરવા નથી માગતી.

પત્નીઓ

મોટાભાગે પત્નીઓને પતિના ફ્રેન્ડ્સ પસંદ નથી હોતા તેમ છતાં ગેટ-ટૂ-ગેધરમાં અથવા પતિની સામે તેમને ખરાબ અથવા નાપસંદ હોવાનું કહેવાથી બચે છે.

મોટાભાગે પત્નીઓ પતિને તેના પાસ્ટ વિશે જાણવાથી ઇનકાર કરે છે અથવા તો તેમાં રસ હોવાની વાતને નકારી કાઢે છે. જ્યારે તે પતિના પાસ્ટ વિશે દરેક નાની-નાની વાત જાણવા માગે છે.

મહિલાઓ મોટાભાગનો સમય પોતાના નજીકના લોકો અને પરિવારને ખુશ કરવા અથવા તેમની જરૂરિયાતોને પૂરા કરવાના કામ કરવા માટે પણ ખોટુ બોલે છે.

મહિલાઓ પોતાના પતિ સાથે પોતાના પાસ્ટ વિશે પણ ખોટુ બોલે છે કારણ કે સામાન્ય રીતે પુરુષોને આ વાત પસંદ નથી આવતી. જેના કારણે ઘણીવાર સંબંધોમાં તણાવ ઉભો થઇ જાય છે. આ ઉપરાંત સેક્સનો મૂડ ન હોવા પર થાક અથવા તબિયત સારી ન હોવાનું જૂઠાણું ચલાવે છે.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV