GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ખાવા પીવાથી માંડી ટોયલેટ સુધી…. જવાનોએ જીવતા રહેવા માટે શું શું કરવું પડે છે ?

સિયાચિન દુનિયાની સૌથી ઉંચી રણભૂમિ છે, જયાં માતૃભુમિની રક્ષા માટે  હિન્દુસ્તાની સેનાના જવાનોએ જીવતા રહેવા માટે મોટો સંઘર્ષ કરવો પડે છે. અહીં રહેવું કેટલું જોખમી છે તેનો તમને એ વાતથી જ અંદાજ આવશે કે છેલ્લા ૩૦ વર્ષમાં આપણા ૮૪૬ જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે.બહુ જ ખતરનાખ હવામાન છતાં દેશના ૧૦ હજાર જવાનો આ બર્ફીલી ટોચ પર દિવસ રાત તંબૂ તાણી માતૃભૂમિનું રક્ષણ કરતા રહે છે અને દુશ્મન દેશના નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવતા રહે છે.

સિયાચિન ગ્લેશીયર ર૦ હજાર ફૂટની ઉંચાઇએ છે. અહી સૈનિકો એકી સાથે સમુહમાં જ ચાલે છે અને ચાલતા તમામ જવાનોના પગ દોરડાથી બાંધેલા હોય છે જેથી જો કોઇ જવાન લપસી જાય કે પડી જાય તો તે જવાનોના સમુહથી અલગ  થઇ  ન જાય. ઉંચાઇવાળા જે ક્ષેત્રમાં જવાનોની ફરજ હોય છે ત્યાં પહોંચવાનું હોય છે ત્યાં જવા માટે બેઝ કેમ્પથી ૧૦ દિવસ અગાઉ નીકળી જવું પડે છે.આ સૈનિકોની ટુકડીઓ રાત્રીના અઢી  વાગ્યાથી કે ત્રણ વાગ્યા પહેલા નીકળી જાય છે અને નવ વાગ્યા સુધીમાં પહોંચી જાય છે. કારણ કે જો તેમ ન કરાય તો દિવસ દરમિયાન બરફ ધસી પડવાનો ભય હોય છે એટલે રાત્રીના જ નીકળવું પડે છે.

સેનાના દરેક જવાન પાસે ર૦ થી ૩૦ કિલોની બેગ હોય છે,જેમાં બરફ કાપવાની કુહાડી, તેના હથિયારો અને રોજબરોજના ઉપયોગનો કેટલોક સામાન હોય છે.શૂન્યથી નીચે તાપમાન રહેતું હોવા છતાં જવાનો પરસેવાથી લથબથ થઇ જાય છે કારણ કે તેના શરીર પર છથી સાત મોટા ગરમ કપડા હોય છે. સૈન્ય પોઇન્ટ સુધી પહોંચતા પહોંચતા જવાનોના શરીર અને કપડા વચ્ચે પરસેવાની એક પાતળી પોપડી જામી જાય છે. જે ગરમી વધવા સાથે તેના તૂટવાનો અવાજ પણ સંભળાતો હોય છે.

જવાનો ખાવામાં પ્રવાહી વધારે લે છે.ખાવાનો સામાન ટીનના કેનમાં પૂરો પાડવામાં આવે છે.સૂપ પીવાનો હોય તો પહેલા તેને ઓગાળવો પડે છે.ટીનનું કેન પણ જામી ગયું હોય છે એટલે  તેને આગ પર રાખીને નરમ કરવામાં આવે છે.સૂપ ઓગળી ગયા પછી તેને ઝડપથી પી જવું પડે છે નહીતર શૂન્ય ડિગ્રીથી નીચેનું તાપમાન હોવાથી ફરીથી એ ક્ષણભરમાં જામી જાય છે. હવામાન એટલૂં ઠંડુ હોય છે કે  થોડી જ વારમાં તાપમાન શૂન્યથી નીચે ૬૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને બરફનું તોફાન એવામાં પાંપણ ફરકે એટલી વારમાં તો સેનાની આખી ટુકડીને મોતના મોંમા ધકેલી દઇ શકે છે.

દૂધના કેનને ખોલવામાં જ ૪૦ મિનિટનો સમય લાગી જાય છે કારણ કે હાથ એટલા બંધાયેલા હોય છે અને તેના પર કપડાની એટલી જાડું પડ હોય છે કે ડબાને સારી રીતે પકડી શકાતો નથી. ચોકલેટ અને સુકો મેવો  જવાનોને બહુ માફક આવે છે, કારણ કે તે બરફમાં જામતા નથી અને જામી પણ જાય તો તેને ઓગાળવાની જરૂર પડતી નથી. પાણી માટે ખાસ કોઇ સુવિધા હોતી નથી એટલે જવાનોએ બરફને ઓગાળીને જ પાણી પીવું પડે છે અને તેમાં પણ સાવધાની રાખવી પડે છે કારણ કે બરફ પણ દૂષિત હોય છે.

ભૂખ ન લાગવી એ અહીંની મોટી સમસ્યા છે, પણ જીવતા રહેવા માટે કંઇક ને કંઇક ખાવું તો પડે જ. એમાં પણ ગરમ અને ઠંડાની સમસ્યા બહુ છે કારણ કે ગરમ કરેલો ખોરાક તાત્કાલીક ખાઇ જવો પડે છે નહીતર એ પાછો જામી જાય અને તેના લીધે જવાનોના પાચનતંત્રને પણ માઠી અસર થાય છે. સામાન્ય તંદૂરસ્ત જવાનને પણ ટોયલેટ જવા માટે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે. નહાવાના પાણીના ઉપયોગ માટે પણ સાવધાની વર્તવી પડે છે કે એ કયાંક જામી  ન જાય એટલે તેને બરબર સ્ટવ પર રાખવામાં આવે છે.કેરોસીન તેલ અહીની જીવાદોરી છે અને તેના પર જ બધું આધારીત છે.પહેલા કેનમાં તેને પુરૂ પાડવામાં આવતું હતું પણ હવે તેની પાઇપલાઇન નાખવામાં આવી છે.

સિયાચિનમાં સૌથી મોટી સમસ્યા અંગોના જામી જવાની છે. શરીરનો જે ભાગ કોઇ ધાતુના સંપર્કમાં આવ્યો તે ક્ષણવારમાં જામી જવાની કે કપાઇ જવાની શકયતા રહે છે અને તેને ફરી જોડવાનૂં કામ બહુ અઘરૂ છે.ઠંડીમાં અંગો કપાઇ જવાનો બહુ ભય રહે છે,જેને શીતદંશ અથવા ફોસ્ટબાઇટ કહેવામાં આવે છે. દૂશ્મન દેશની ગોળીઓથી કરતા વધારે ભય તેનો આપણા જવાનોને રહે છે. એટલા માટે જ જવાનો એવા કપડા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે આ ભયને ટાળી શકે. બેભાન થઇ જવું અને માથાનો દુઃખાવો રહેવો એ અહીંની બીજી સૌથી મોટી સમસ્યા છે.

જે જવાનો સતત અહી રહે છે તેમના શરીરનું વજન ઘટવું, ભૂખ ન લાગવી, ઉંઘ ન આવવી અને યાદશકિત ઓછી થવાની ફરિયાદ રહે છે. બોલચાલ પણ ફરી જાય છે અને સામાન્ય લાગતી નથી અને જીભ થોથવાવા લાગે છે.

સિયાચિતના જવાનોને ટીનના કેનમાં  રાશન મોકલવામાં આવે છે. સફરજન કે સંતરા ક્ષણભરમાં જામીને કિકેટ બોલ બની જાય છે. એટલે જવાનોએ ખાવા પીવામાં પણ ખાસ સાવધાની વર્તવી પડે છે, નહીતર ક્ષણભરમાં ખાવાની વસ્તુ અથવા પાણી જામીને પથ્થર જેવું કડક બની જાય છે.

READ ALSO

Related posts

LIC આધાર સ્તંભ પૉલિસીમાં દરરોજ 43 રૂપિયાનું રોકાણ કરીને મેળવે 3.60 લાખ રૂપિયા, જાણી લો આખો પ્લાન

Mansi Patel

ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ કારોબાર, ઝમાઝમ પૈસાનો થશે વરસાદ

Mansi Patel

ખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા? જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!