GSTV

ખૂબસુરત છોકરીને ઇમ્પ્રેસ કરવી છે તો આ ક્યારેય ના ભૂલો, ઉપાયો અજમાવો થશે ફાયદો

Last Updated on June 27, 2020 by

ભારતીય નારી તદ્દન નિરાલી હોય છે. એને પ્રભાવિત કરવા તમારે ઘણી કોશિશ કરવી પડે છે. પરંતુ આ વાત અસંભવ પણ નથી.  આ છોકરીઓ ખૂબ જ ખાસ હોય છે અને તેઓનું વલણ, મસ્તી-મજાક તેમને વધુ  સુંદર બનાવી તમને તે તરફ આકર્ષે છે તો જો તમે તેમાંની એકને તમારા પ્રત્યે આકર્ષિત કરી તમારી એક અમીટ છાપ તેના પર છોડવા માંગતા હોય તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખો.

પહેલી જ વારમાં તમારી ખાસ છાપ છોડો : કહેવાય છે કે પહેલી ઈમ્પ્રેશન ખૂબ જ ખાસ હોય છે. તે સારી હોય કે ખરાબ હમેશાં તમારી સાથે જ રહે છે. તેથી જો તમે કોઈની સામે તમારી ખાસ છાપ છોડવા માંગો તો તેની સમક્ષ કોઈપણ અયોગ્ય બાબત કરશો નહીં.

તમારો આત્મવિશ્વાસ દેખાડો : સ્ત્રીઓ સામાન્યરીતે આત્મવિશ્વાસુ હોય તેવા પુરૂષ પ્રત્યે આકર્ષાતી હોય છે. આત્મવિશ્વાસુ એટલે ડંફાશિયા હોવું નહીં. પરંતુ એનો સીધો અર્થ એ છે કે સ્વયંથી તમે અનુકૂળ હોય અને તમને તમારી ક્ષમતાઓ પર પૂર્ણ વિશ્વાસ હોય. તમારા આત્મવિશ્વાસુ હોવાથી સ્ત્રી તમારા પર નિર્ભર રહી શકે છે.

રસપ્રદ વાતચીત કરો : સારી વાતચીત કરનારાઓ હંમેશા હૃદય જીતી લેતા હોય છે. શરૂઆત તમે કારકિર્દી, ટેલિવિઝનના ધારાવાહિક, પર્યટન જેવા વિષયોથી કરી શકો. તમારી પહેલી છાપ પણ તમે કયા વિષયથી વાતચીતની શરૂઆત કરો છો તેના પર નિર્ભર રહી શકે છે.

તેના મિત્રોને ભૂલશો નહીં : આની તમારી સ્ત્રીમિત્ર પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અસર થાય છે. જો તમે તેના મિત્રોને ઈમ્પ્રેસ કરી શકો તો તમે તેની સાથે મિત્રતા કરી શકો. તમારે તે માટે તેના દરેક મિત્રોને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી. માત્ર તેની નજીકના એક બે મિત્રોને જ પ્રભાવિત કરી દેશો તો પણ સ્થિતિ તમારી તરફેણમાં જ રહેશે. અને તેના મિત્રો તેના માટે મહત્ત્વપૂર્ણ જ છે અને હંમેશા રહેશે.

સ્વયંને અનોખા તારવો : તમે એક સ્ત્રીને ત્યાર સુધી પ્રભાવિત નહીં કરી શકો. જ્યાર સુધી તેને તમે તેના બીજા મિત્રો કરતા અલગ નહીં લાગો. તમારે તેના માટે ભભકાદાર દેખાવાની આવશ્યક્તા નથી. માત્ર તમારે થોડાં વધારે તેનું ધ્યાન રાખવાની આવશ્યક્તા છે. તમારી ગમતી સ્ત્રીને અનુભૂતિ કરાવો કે તમે સાચ્ચે જ તેની ખૂબ જ ફિકર કરો છો. અને તમે તેનું દુ:ખ લેવા હંમેશા તત્પર છો.

સજ્જનતા દાખવો :આ એક ખૂબ જ જૂની વાત છે. જેને દાખવી તમે સ્ત્રીને અભિભૂત કરી શકો છો. જેમ કે તેના માટે દરવાજો ખોલવો, તેની ખુરશી રાખવી, તેના પૈસા ચૂકવવા આ બધુ કરીને તમે તેનું સન્માન કરો છો તે તેને દેખાશે.

તમારી કલા દાખવો : બધામાં જ કોઈ છૂપી કળા હોય છે. પરંતુ એક સ્ત્રીને અભિભૂત કરવા તમે કોઈ કળામાં નિપુણ હોય તે પણ  આવશ્યક નથી. તમે તે બધુ જ કરો જે કરવાનું તમને ગમતું હોય. જો તમે ગિટાર વગાડી શકતા હોય કે પછી ગાઈ શકતા હોય કે ચિત્રકામમાં નિષ્ણાંત હોવ તો તેના માટે તે અવશ્ય કરો.

બુદ્ધિક્ષમતા વધારો :તમારી બુદ્ધિક્ષમતા પણ તેને અભિભૂત કરવાનો ખૂબ જ ઉપયુક્ત માર્ગ છે. સ્ત્રીઓ લાંબા સમયના સંબંધ માટે વિચારતી હોય છે. તેથી ચતુર વ્યક્તિ સાથે રહેવું તે પસંદ કરશે. પરંતુ સ્વયંને ચતુર દેખાડતી વખતે તમે ઘમંડી કે વધુ પડતા આત્મવિશ્વાસુ ન લાગો તેનું પણ ધ્યાન રાખો.

સારા શ્રોતા બનો : આ એક એવો ગુણ છે જે દરેક સ્ત્રી પોતાના સાથીમાં મળે છે. જે તેની પસંદ નાપસંદ સાંભળી શકે. જે તેમાં રસ લે અને તેની ફિકર કરી તેને સમજાવી શકે કે તે તેને તેના વિચારો અને દ્દષ્ટિકોણને સમજે છે.

તેની પ્રશંસા કરો :એક સ્ત્રીને મળેલી સારી પ્રશંસા હંમેશા તેનો આત્મવિશ્વાસ વધારી દે છે. અને દરેક સ્ત્રીને આવી પ્રશંસા ગમતી હોય છે. તેની નાની નાની ક્ષમતાને ઓળખો અને તેની તારીફ કરો. જેથી તે જાણી શકે કે તે તમને ગમે છે. અને તેમાં સામાન્યતા જાળવી રાખો. એક સ્ત્રી હંમેશા સામેવાળાના પ્રયત્નોને પણ જોતી હોય છે. આમ સ્ત્રી સાથે વાતચીત કરતી વખતે ઉપરની કેટલીક બાબતો ધ્યાનમાં રાખશો તો તમારી મનની માણીગર તમારાથી અભિભૂત થઈ જાય તેમાં કાંઈ નવાઈ નહીં.

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!