GSTV

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

વાસ્તુ

Last Updated on January 25, 2021 by Bansari

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા-પાઠની વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પાઠને લગતાં એવા નિયમ જણાવવામાં આવ્યાં છે, જેનું પાલન કરવુ શુભ ફળદાયી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા-પાઠ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.

શાલિગ્રામ અથવા શિવલિંગ

વાસ્તુ

શાસ્ત્રોમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ અને શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેમને ક્યારેય ભૂલથી પણ જમીન પર ના રાખવા જોઇએ. મંદિરની સાફ-સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થવાની આશંકા રહે છે. તેવામાં સફાઇ કરતી વખતે તેમને કોઇ કપડામાં મુકીને સ્વચ્છ સ્થાન પર રાખવા જોઇએ.

ધૂપ,દીપ, શંખ અને પુષ્પ

ભગવત ગીતા અનુસાર, શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસીદળ, કપૂર, ચંદન, જપમાળા વગેરે જેવી પૂજાપાઠની વસ્તુઓને જમીન પર ન રાખવા જોઇએ. કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુઓનો પ્રયોગ પૂજામાં કરવામાં આવે છે. તેથી તેમને ક્યારેય જમીન પર સીધા ન મુકવા જોઇએ.

રત્ન

શાસ્ત્રો અનુસાર, મોતી, હીરા અને સોના જેવા બહુમૂલ્ય રત્નને ક્યારેય સીધા જમીન પર ન મુકવા જોઇએ. કહેવાય છે કે ધાતુનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય છે. તેવામાં તેને સીધા જ જમીન પર મુકવા અશુભ માનવામાં આવે છે. જો તમારી પાસે તેને લગતુ કોઇપણ ઘરેણુ હોય તો તેને સીધુ જમીન પર ન મુકવુ જોઇએ.

છીપ

કહેવામાં આવે છે કે છીપની ઉત્પત્તિ સમુદ્રમાં થવાના કારણે તેને સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. આ કારણે સીધા જમીન પર મુકવા ન જોઇએ. મા લક્ષ્મીની પૂજામાં છીપ અને કોડીનું વિશેષ મહત્વ છે. તેથી તેમને જમીન પર ન મુકવા જોઇએ.

Read Also

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!