ચોરની નોકરી: આ બેન ચોરને ચોરી કરવાના કલાકનાં 4500 રૂપિયા આપે છે

તમારા ધ્યામનાં કોઈ ચોર હોય તો તેને આ નોકરી મદદરૂપ થઈ શકે અને એ માલામાલ બની શકે છે. ચોરો માટે નોકરી કરવાની આ મોટી તક છે. અને એ પણ ઇમાનદારીથી. ઈંગ્લેન્ડથી આ ઓફર છે. ત્યાં એક દુકાન માલકિન ચોરને એક કલાકનાં 4500 રૂપિયા આપવા માટે તૈયાર છે.

આ માલકિને બોર્ક ડોટ કોમ પર આ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે છે કે તે ચોરને એક કલાકનાં 64 ડોલર એટલે કે 4500 રૂપિયા આપશે. ચોરને એની જ દુકામનાં ચોરી કરવાની રહેશે.

હકીકતમાં એ માલકિન ચોરોથી કંટાળી ચૂકી છે માટે એ પહેલા ચોર પાસેથી ચોરી કરાવશે અને જાણી લેશે કે કઈ રીતે ચોરી કરે છે. જેથી કરીને ભવિષ્યમાં ચોરી ન થાય એનુ ધ્યાન રાખી શકે. મહિલાએ પોતાનુ નામ જાહેર નથી કર્યુ પણ એવુ લખ્યું છે કે મારે પ્રોફેશનલ ચોર પાસેથી જાણવુ છે કે અમારી સુરક્ષામાં ક્યાં કમી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter