GSTV

શોખીન ચોર/ હોન્ડા સિટિ કારમાં જઈને ચોર ટોળકી ટેમ્પો ચોરી ગઈ, સમગ્ર ઘટના વાંચી રહી જશો દંગ

ચોર

Last Updated on August 30, 2020 by Arohi

અઠંગ વાહનચર તેમજ પોલીસના વેશમાં લોકો પાસેથી નાણાં પડાવતાં આરોપીએ હોન્ડાસિટી કારમાં જઈને નડિયાદમાંથી એક આયશર ટેમ્પોની ચોરી કરી હતી. બાપોદ પોલીસે ગુનામાં વપરાયેલી  હોન્ડાસિટિ કારના કબ્જે લીધી છે. જ્યારે અઠંગ વાહન ચોર ફરાર  થઈ ગયો છે. નડિયાદ મીશન રોડ મેથોડિસ્ટ ચર્ચના કંમ્પાઉન્ડ પાસેથી ગત ૨૩ તારીખે રાત્રે આયશર ટેમ્પાની ચોરી થઈ હતી. જે અંગે  વાહનમાલિક મનોજસિંહ જીવણસિંહ રાજપૂત (રહે. સીંધી ચાલી અમદાવાદી દરવાજા બહાર નડિયાદ જિ.ખેડા) એ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કારમાંથી ઉતરીને ટેમ્પો ચોરી કર્યો

ગુનાના સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા પોલીસને જાણ થઈ હતી કે વડોદરા પાસીંગની હોન્ડાસિટિ કારમાં ત્રણ ચોર આવ્યા હતા, જે પૈકી એક ચોર કારમાંથી ઉતરીને આયશર ટેમ્પો ચોરી કરીને જતો રહ્યો હતો. બાપોદ પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતાં હોન્ડાસિટિ કારના માલિક બદરૃદ્દીન મયુરદ્દીન સૈયદ (રહે. એકતાનગર આજવારોડ) હોવાનું જાણવા મળ્યું હતુ.

અગાઉ પણ તેની સામે વાહનચોરીના સંખ્યાબંધ કેસ નોંધાયા છે

બાપોદ પોલીસની ટીમ આરોપીના ઘરે પહોંચતા બદરૃદ્દીન સૈયદ મળી આવ્યો ન હતો. પરંતુ હોન્ડાસીટી કાર મળી આવતાં તે કાર પોલીસે કબ્જે લીધી છે. આશ્ચર્યનીવાત એ છે કે, બાપોદ પોલીસે હોન્ડાસિટિ કાર કબ્જે લેતાં જ ચોરી થયેલો આયશર ટેમ્પો નડિયાદમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બદરૃદ્દીન સૈયદ અઠંગ વાહનચોર છે. અગાઉ પણ તેની સામે વાહનચોરીના સંખ્યાબંધ કેસ નોંધાયા છે. એ પોલીસના વેશમાં લોકો પાસેથી રૃપિયા પડાવવાના ગુના પણ તેની સામે નોંધાયા છે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!