GSTV
Home » News » સરકારી એન્જિનિયરના ઘરમાં ચોર ઘૂસ્યો : ખાલી હાથે નીકળતાં છોડી એક ચિઠ્ઠી, એવું લખ્યું કે પોલીસ પણ હસી પડી હશે

સરકારી એન્જિનિયરના ઘરમાં ચોર ઘૂસ્યો : ખાલી હાથે નીકળતાં છોડી એક ચિઠ્ઠી, એવું લખ્યું કે પોલીસ પણ હસી પડી હશે

મધ્ય પ્રદેશમાં એક સરકારી એન્જિનિયરના ઘરે ચોરીનો પ્રયાસ થયો. ચોરે રાતભર તમાં ચીજવસ્તુઓ ઉલટ છૂલટ કરી નાખી પણ કંઇ હાથ ના લાગતાં આખરે ખાલી હાથે નીકળવું પડ્યું. રાતભર મહેનત છતાં ચોરને કંઇ ન મળતાં તેણે એક ડાયરી ઉઠાવી ને એવું લખીને ગયો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે.

બારી તોડવાની મહેનત પણ ના મળી


સરકારી નોકરી કરતા એક એન્જિનિયર પ્રવિણ સોની કામ માટે ઘર છોડીને બહાર ગયા હતા. સવારે જ્યારે નોકર ઉઠ્યો તો તેને એક નોટ મળી જેમાં લખ્યું હતું કે બહુ જ કંજુસ છે રે તું. બારી તોડવાની મહેનત પણ ના મળી અને રાત ખરાબ થઈ ગઈ. પ્રવિણનું ઘર જજ અને જોઈન્ટ કલેક્ટરની ઘરની નજીક છે.

ડાયરીના પ્રથમ પેજ પર નોટ ચોટાડેલી હતી

પોલીસ પહોંચી ત્યારે પણ ઘર અસ્તવ્યસ્ત હતું. કબાટ ખુલ્લું હતું અને સામાન છૂટો છવાયો પડ્યો હતો. ટેબલ પર એક ડાયરી પડી હતી. જેના પ્રથમ પેજ પર એક નોટ ચોટાડેલી હતી. પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સીસીટીવી પણ ચેક કરી રહી છે. ચોરની આ હેન્ડરાઈટિંગ પણ એક્સપર્ટેસને મોકલી આપવામાં આવી છે.

Related posts

ના હોય! કરોડો કમાતો સલમાન ખાન થઇ ગયો દેવાદાર, આ શખ્સ પાસેથી વર્ષો પહેલાં લીધેલા રૂપિયા હજુ નથી ચુકવ્યા!

Bansari

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!