GSTV

‘નવા નિશાળીયા’ ચોરની પહેલી ચોરી જ બની ગઈ છેલ્લી, ચોરી કરવા ગયો તે ઘરમાં જ જઈને સુઈ ગયો અને પછી…

ચોર

Last Updated on September 20, 2020 by

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાંથી એક ખૂબ રસપ્રદ મામાલો સામે આવ્યો છે. જ્યાં એક ચોરના કારનામાને જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, સાથે જ તમને હસવું પણ આવશે. જોકે આ ચોર ઘરમાં હાથ સાફ કરવા માટે ન હતો ઘુશ્યો પરંતુ તેણે જે કર્યું તે જાણીને દરેકના હોશ ઉડી ગયા.

ચોરે સુરી બાબુના ઘરે ચોરી કરવાનો બનાવ્યો પ્લાન

હકીકતે મામલો ગોદાવરી જિલ્લાના ગોકવારમ ગામનો છે. 21 વર્ષીય સુરી બાબુએ કહ્યું કે ત્યાના રહેવાસી સત્તી વેન્કટ રેડ્ડીના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો. સત્તી વેન્કટ રેડ્ડી એક પેટ્રોલ પંપના માલિક છે એમ વિચારીને ચોર વધારે રકમને ચોરવાની આશાથી તેમના ઘરમાં ઘુસી ગયો.

ચોર

ઘરમાં ચોરી કરવાના ઈરાદે અંદર ઘુસ્યો ચોર

ચોર ઘરને લુટવાના ઈરાદાથી અંદર ઘુસ્યો પરંતુ એર કંડિશનરની ઠંડી હવાના સામે તેને ઉંઘ આવી ગઈ અને જ્યારે તેની આંખ ખુલી તો તેણે પોતાને પોલીસની હિરાસતમાં જોયો. આટલું જ નહીં, કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખતા આરોપી સુરી બાબુ ફેસ માસ્ક લગાવીને ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હતો.

માલિકની દિનચર્યા પર હતી ચોરની નજર

આરોપી સુરીએ પોલીને જણાવ્યું કે ગયા અમુક દિવસોથી ઘરના માલિકની દિનચર્યાને તેણે સારી રીતે અભ્યાસ કરી રાખી હતી. તેના કારણે તે નિશ્ચિત હતો કે તેની ચોરી ક્યારેય પકડાશે નહીં. યોજના અનુસાર સુરી 12 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે ઘરમાં દાખલ થયો અને ઘરના માલિક સત્તી વેંકટ રેડ્ડીના રૂમમાં ઘુસી ગયો, જે તે સમયે સુઈ રહ્યા હતા.

ચોર

એસીની ઠંડી હવામાં આવી ગઈ ઉંઘ

આરોપી સૂરી બાબુએ જણાવ્યું કે તે દિવસભરનો થાકેલો હતો અને હવે અચાનકથી રૂમમાં એર કંન્ડિશનરની ઠંડી હવાને મહેસુસ કરી તો તેને ખૂબ ઉંઘ આવવા લાગી. પછી તેણે ઘરના માલિક રેડ્ડીના પલંગની નીચે થોડો સમય આરામ કરવાનો નિર્ણય લીધો. આશ્ચર્યની વાત એ છે કે તે ચોર થોડી વારમાં જોર જોરથી નસકોરા લેવા લાગ્યો ત્યારે નસકોરા સાંભળીને માલિકની ઉંઘ ખુલી ગઈ.

ઉઠ્યો તો પોલીસે કરી લીધી ધરપકડ

પછી શું થાય. બહાર નિકળીને માલિક રેડ્ડીએ ચોરને રૂમની અંદર જ બંધ કરી દેધો અને પોલીસને ફોન લગાવી દીધો. સવારે લગભગ સાડા સાત વ્યાગ્યે આરોપી સુરી બાબુને પોલીસે ઘરમાં આવીને જગાવ્યો અને ધરપકડ કરી દીધી.

પુછપરછમાં ચોરે જણાવ્યું કે કઈ રીતે એક મિઠાઈની દુકાન પર નાના મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કોરોના લોકડાઉનની કારણે તે બેરોજગાર હતો. આ પહેલી વખત કોઈ ચોરીને અંજામ આપવા જઈ રહ્યો હતો. અને તેને ઉંઘ ભારે પડી ગઈ અને હાલ પોલીસે તેની ધરપકડ કરી છે.

Read Also

Related posts

ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે મોદી લહેરથી ભાજપ વિધાનસભા ચૂંટણી જીતી શકતી નથી

pratik shah

Pension New Rule :1 ઓક્ટોબરથી બદલાશે પેન્શનના નિયમો! બધાને પડશે લાગુ, અહીં જાણો વિગતો

Vishvesh Dave

આ કંપની આપી રહી છે દર મહિને લાખો કમાવવાનો મોકો, જાણો કેવી રીતે લેવો આ તકનો લાભ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!