GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આર્મી ઓફિસરના ઘરે ઘુસતા જ ચોરમાં જાગી ‘દેશભક્તિ’, દિવાલ પર એવું કંઈક લખી ગયો કે થઈ ગયું વાયરલ

દેશમાં ચોરીની ઘટનાઓ તો જાણે સામાન્ય બની ગઈ છે. રોજ ચોર કોઈને કોઈ ઘટનાને અંજામ આપતા જોવા મળે છે. પરંતુ શું ક્યારેય એવું જોયું છે કે કોઈ ચોર ઘરમાં ધુસ્યો પરંતુ એક પણ સામાન ન ઉઠાવીને લઈ ગયો હોય? આવું જ કંઈક જોવા મળ્યું કેરલના કોચ્ચિમાં જ્યાં એક ઘરમાં ઘુસતીની સાથે જ ચોરનો ઈરાદો બદલાઈ ગયો અને તે ચુપચાપ ત્યાંથી નિકળી ગયો. રસપ્રદ વાત એ છે કે જતા પહેલા તે દિવાલ પર કંઈક એવું લખીને ગયો કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.

અંદર જતા જ જાગી દેશભક્તિ

હકીકતે કોચ્ચિના તિરુવનકુલમ વિસ્તારમાં સ્થિત એક ઘરમાં એક ચોર ચોરી કરવા આવ્યો પરંતુ જ્યારે તેને ખબર પડી કે કે એક રિટાયર્ડ કર્નલના ઘરમાં ઘુસી ગયો છે તો તેની અંદરનો દેશભક્ત જાગી ગયો. તેણે ચોરીના નામ પર 1500 રૂપિયા લીધા કર્નલના વોર્ડરોબથી મોંઘી દારૂ લીધી અને જતો રહ્યો. જતા જતા તેણે કર્નલના ઘરની દિવાલ પર એક માફીનામુ પણ લખ્યું.

ચોરે દિવાલ પર લખ્યો આ સંદેશ

દીવાલ પર લખ્યું કે મને એવાની જાણ ત્યારે થઈ કે આ એક આર્મી ઓફિસરનું ઘર છે જ્યારે મેં આર્મીની કેપ જોઈ. જો મને પહેલા આ વાતની જાણકારી હોત તો હું આ ઘરમાં ચોરી કરવા માટે ન જાત. ચોરે પોતાની ભુલ સ્વીકારતા બાઈબલનો પણ ઉલ્લેખ કર્યો. તેણે લખ્યું કે ઓફિસર, પ્લીઝ મને માફ કરી દો. મેં બાઈબલના સાતમાં આદેશનું ઉલંધન કર્યું છે. તમે નરક સુધી મારો પીછો કરશો. આટલું જ નહીં તેણે પાસે કોઈ ઘરેથી ચોરેલા ડોક્યુમેન્ટ્સ ભરેલું એક બેગ પણ મુકી દીધું. બેગની સાથે એક નોટ પણ લખી હતી કે પ્લીઝ, આ બેગને આ દુકાનદારને પાછી આપી દો.

કર્નલના ઘરમાં ઘુસતા પહેલા બીજા પણ ઘરમાં કરી હતી ચોરી

જાણકારી અનુસાર પાછલા બે મહિનાથી કર્નલ પોતાના પરિવારની સાથે બહરીનમાં છે. ઘટનાના બીજા દિવસે જ્યારે નોકરાણી ઘરની સફાઈ કરવા આવી તો તેને ચોરનું આ માફિનામું જોયું. ઘટનાની જાણકારી મળવા પર પોલીસ પહોંચી તો જાણ થઈ કે ચોર લોખંડની રોડથી ઘરના દરવાજા તોડીને અંદર આવ્યો હતો. પોલીસે એમ પણ જણાવ્યું કે કર્નલના ઘરમાં ઘુસ્યા પહેલા તેણે બીજા ધણા ઘરો અને દુકાનોમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!