તમને જણાવી દઈએ કે બોલિવુડ ફિલ્મ ધુમનો એ સીન યાદ હશે જેમાં ફિલ્મમાં ચોર બનેલો અબ્રાહમ બાઈક પરથી ચોરી કરી ભાગી જાય છે અને જ્યારે પોલિસ તેની પાછળ પડે છે તો તે પૈસા હવામાં ઉડાડી દે છે. આવુ જ કઈક તમિલનાડુની રાજઘાની ચેન્નઈમાં થયું હતું.

ચેન્નઈના કોટ્ટુરપુરમમાં સોમવારે એક મોલના માલિકના ઘરે ચોરી થઈ હતી. કરોડો રૂપિયા કેશ લઈને ચોર બાઈક પર નીકળ્યો. ત્યારે જ તેનો સામનો લોક સ્ટ્રીટ પર રહેલી પોલિસની ગાડી સાથે થયો.

આરોપી બાઈક સવાર ચોક પર આંટો મારવા લાગ્યો તેના પર પોલિસને શંકા જતા તેની પાછળ જવાનુ શરૂ કર્યું. પોલિસને પાછળ જોઈને દસ મિનિટ સુધી આરોપી ફિલ્મી સ્ટાઈલમાં બાઈક ભગાવતો રહ્યો.

ત્યાર પછી ચોરને લાગ્યું કે તે ફસાઈ શકે છે તો તેણે ચોરીની બેગ ખોલી તેમાંથી 500ના એક એક બંડલ કાઢીને રસ્તા પર ફેંકવા લાગ્યો.

રસ્તા પર આ નોટ જોઈને લોકો અને પોલિસ ચોકી ગયા. તેનાથી પોલિસકર્મિઓનુ ધ્યાન ભટકી ગયુ અને ચોર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. ચોર હજી સુધી પકડાયો નથી.

પોલિસે જણાવ્યું કે અન્ના સલાઈ રોડ પર બનેલા સ્પેન્સર્સ પ્લાજા મોલના માલિક બાલા સુબ્રમણ્યમના ઘરે સોમવારે સવારે ચોરી થઈ. પોલિસના જણાવ્યા મુજબ તેમણે પોતાની કેટલીક પ્રોપર્ટી વેચી હતી આ પૈસા ઘરમાં રાખવામાં આવ્યા હતા.
READ ALSO
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર