GSTV
Home » News » એક સાથે ચૂંટણી પછી, પહેલા ભાજપે ચૂંટણી વાયદાઓ પર ધ્યાન આપવું જોઇએ: આ નેતાનો કટાક્ષ

એક સાથે ચૂંટણી પછી, પહેલા ભાજપે ચૂંટણી વાયદાઓ પર ધ્યાન આપવું જોઇએ: આ નેતાનો કટાક્ષ

PM મોદીએ આજે દેશનાં તમામ રાજકિય પક્ષોનાં અધ્યક્ષોની બેઠક બોલાવી હતી. એક દેશ,આક ચૂંટણી જેવા મહત્વનાં મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવા માટે આજે તમામ પોલીટીકલ પાર્ટીની બેઠક મળી હતી. જો કે આ બેઠકમાં સપા-બસપા, ટીએમસી, કોંગ્રેસ સહિતનાં વિપક્ષો ગેરહાજર રહ્યા હતાં. તેમજ દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ પણ ગેરહાજર હતાં.

જો કે આજે મળેલી સર્વપક્ષીય બેઠક મામલે સમાજવાદી પાર્ટીનાં વડા અને યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે સરકાર પર કટાક્ષ કર્યો છે અને જનતાએ જે કામ કરવા માટે ચૂંટયા છે. તે જ કામ કરો, બીજા કામો તરફ ધ્યાન ન આપવાની વાત કરી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવિત વિચાર સામે વાંધો ઉઠાવ્યો છે. સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહેલા અખિલેશે કહ્યું છે કે ભાજપે તે વાયદાઓ પર ધ્યાન આપવું જોઇએ કે જે તેમણે જનતા સાથે ચૂંટણીમાં કર્યા છે. અમને આશા છે કે તે લોકો આ વાયદાઓને પૂર્ણ કરવા માટે કામ કરશે. કેટલીક પાર્ટીઓ છે કે જે વન-નેશન વન ઇલેકશનના મુદ્દે ક્યારેય રાજી નહીં થાય.

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદીએ દેશની તિજોરી પર પડતા આર્થિક બોજની વાત કરીને પહેલી વખત એક દેશ,એક ચૂંટણી મામલે નિવેદન આપ્યું હતું. ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે પીએમ મોદીની વાતને સમર્થન આપ્યું હતું. જ્યારે ઇવીએમ પર સવાલો ખડા થયા છે. તેમજ તાજેતરની લોકસભા ચૂંટણીમાં સપા-બસપા સહિતનાં પક્ષોનાં મહાગઠબંધનની હાર થતા તેમનાં તેવર બદલાયા છે. અખિલેશ ચૂંટણીલક્ષી સુધારા પર ભાર મુક્યો હતો. તેમજ જનતાએ જે કામ કરવા માટે ચૂંટયા છે. તે જ કરવું જોઇએ તેવી ટકોર કરી હતી.

READ ALSO

Related posts

RTI સંશોધન બીલ મામલે સોનિયા ગાંધી લાલચોળ: બોલ્યા- સરકાર જોહુકમી કરીને નાગરિકોને નબળા પાડી રહી છે

Riyaz Parmar

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

ખાનગી ક્ષેત્રની સૌથી બેંકે ગ્રાહકોનો આપ્યો મોટો ઝટકો, બેન્કે FD પર લીધો આ નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!