GSTV

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

મોદી

Last Updated on February 25, 2020 by Mansi Patel

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતુ. જે બાદ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠકના પ્રારંભે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતુ.

પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેના ડેલીગેશનનું ફરી એક વખત સ્વાગત કરું છું.  હું જાણું છું કે આજકાલ આપ ખૂબ વ્યસ્ત છો. તેમ છતાં આપે ભારત આવવા માટે સમય કાઢ્યો તેના માટે હું તમારો આભારી છું.  બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભવ્ય સ્વાગત કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

ટ્રમ્પે મોદીને કહ્યું કે મોટેરા સ્ટેડિયમમાં હજારો લોકો ઉપસ્થિત હતા. અને એટલા જ લોકો બહારથી અંદર આવવા ઇચ્છુક હતા. જો કે તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા. હું જ્યારે પણ તમારું નામ લેતો હતો ત્યારે લોકો ખુશીથી ચિચિયારીઓ પાડી રહ્યા હતા.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!