GSTV
Home » News » ડીન એલ્ગરના માથા પર લાગી ઉમેશ યાદવની બાઉન્સર, બેટિંગ કરવા આવ્યો સબ્સ્ટિટ્યૂટ 

ડીન એલ્ગરના માથા પર લાગી ઉમેશ યાદવની બાઉન્સર, બેટિંગ કરવા આવ્યો સબ્સ્ટિટ્યૂટ

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝનો છેલ્લો મુકાબલો રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ 9 વિકેટ પર 497 રન બનાવીને ઘોષિત કરી દીધી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકા પોતાની પહેલી મેચમાં 162 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. પહેલી વારીના આધાર પર ભારતને 335 રનોનો વધારો મળ્યો.

આફ્રીકી ટીમ ફોલોઓન નહીં બચાવી શકી ત્યાર બાદ તેને ફરીથી બેટીંગ કરવા માટે ઉતરવુ પડ્યું. ફોલોઓન મળવા પર બીજી વારીમાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યાં છે. થ્યૂનિસ ડિ બ્રુઈન અને એનરિટ નોર્ટિઝે ક્રીઝ પર છે.

Dean Elgar

બીજી વારીમાં પણ દક્ષિણ આફ્રિકા માટે સ્થિતિ બદલી નથી અને તેની વિકેટોનું પતન થતુ રહ્યું. પહેલા ક્વિંટન ડિ કોકને ઉમેશ યાદવે ખૂબ જ સારી બોલ પર આઉટ કર્યું ત્યાર બાદ મોહમ્મદ શમીએ પહેલી વારીમાં અર્ધશતક જમાવનાર જુબેર હમજાને ખાતુ ખોલાવ્યા વિના બોલ્ડ કરી મહેમાન ટીમનો સ્કોર 10 રનો પર બે વિકેટ કરી દીધી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ શમીનો શિકાર બન્યા. શમીએ ટેમ્બા બાવૂમાને પણ ખાતુ ન ખોલવા દીધૂ. ઋદ્ધિમાન સાહાએ શમીની બોલ પર બાવૂમાનો કેચ પકડ્યોં. ડીન એલ્ગરને ઉમેશ યાદવની એક બોલ હેલમેટ પર જઈ લાગી ત્યાર બાદ તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો. આ ઘટના સાઉથ આફ્રિકાની બીજી વારીના 10માં ઓવરમાં ઘટી.

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!