સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કેYouTube પર સર્ફિંગ કરો છો તો તે સમયની બરબાદી છે પણ વાસ્તવમાં એવું કઈ નથી. આ પ્લેટફોર્મ પર દરેક વ્યક્તિ માટે કઈકને કઈક ઉપયોગી આવેલુ જ હોય છે. જો તમારે દેશ દૂનિયા સંબંધિત જાણકારી જોઈએ તો તેની સાથે જોડાયેલી ઘણી બધી ચેનલો હાજર છે. આવો જાણીએ એવા યૂટયુબ ચેનલ વિશે જયાંથી તમે ઘણુ બધુ શીખી શકો છો.

Half as Interesting
અલગ અલગ સબ્જેકટ પર આધારિત દિલચસ્પ જાણકારી જોઈએ તો આ તમારા માટે એક સારી ચેનલ હોઈ શકે છે. અહિ વિવિધ વિષયો સાથે કે પછી 5 મિનીટના વીડિયો અપલોડ કરવામાં આવે છે, જે તમારા જનરલ નોલેજમાં વધારો પણ થશે. આ ચેનલ પર દરેક ગુરુવારે વીડિયો અપલોડ થાય છે, જેમાં દેશ-દૂનિયાના દરેક ટોપિક્સ પર વિસ્તારથી જણાવવામાં આવે છે. આ વીડિયો એજયુકેશન પર્પજને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવે છે.
Second Though
જો તમને સાયન્સ ગમે છે અને તમે તેનાથી સંબંધિત જાણકારીઓની શોધમાં રહો છો તો પછી સેકન્ડ થોટ YouTube ચેનલ ટ્રાય કરી શકો છો. આ સાયન્સ અને તેના ફેકટ્સ પર આધારિત છે. સારી વાત તો એ છે કે તેમાં સાયન્સના મોટા ભાગને કવર કરવામાં આવ્યો છે. સાથે જ વિજ્ઞાન અને ટેકનોલોજીથી સંબંધિત વિષયો પર ઉંડી સમજણ આપવામાં આવી છે. અહિ કેટલાક સવાલોના પણ જવાબ આપવામાં આવ્યા છે.

WonderWhy
જો તમને જીઓગ્રાફી અને હિસ્ટ્રી જેવા વિષયો પસંદ છે તો આ યૂટયૂબ ચેનલ તમને ગમશે. આ ચેનલનુ ફોકસ જીયોગ્રાફી, હિસ્ટ્રી અને કલ્ચર પર છે. તેનાથી તમને દેશ-દૂનિયાની હિસ્ટ્રી અને કલ્ચર સમજવાની તક મળશે. આ સિવાય અહિ બીજા કેટલાક ટોપિકસને પણ કવર કરવામાં આવ્યા છે. જેમકે એસ્ટ્રોનોમી ,ઈકોનોમિક્સ વગેરે. આ વીડિયો લગભગ 15 મિનીટનો છે. વીડિયોમાં અલગ-અલગ ટોપિક્સને વિસ્તારથી સમજવામાં સરળતા રહેશે.
સાથે જ અહિ કેટલાક અંતરાળે વીડિયો અપડેટ થતા રહે છે. આ સિવાય YouTube પર બીજા વિષયો સાથે જોડાયેલ વીડિયો પણ મળી જાય છે જે નવી નવી સ્કિલ શીખવાડવાની સાથે કરિયરને આગળ વધારવામાં પણ મદદ કરે છે. બસ પોતાના લક્ષ્યને લઈને ફોક્સડ રહો.
Suibhne
આ ઈતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક સારી ચેનલ છે. તેની ખાસિયત એ છે કે તેને અલગ અલગ દેશના ઈતિહાસને એનિમેટેડ વીડિયોના માધ્યમથી બતાવ્યા છે, પરંતુ આ સાથે જ રિયલ પિકચર અને ઓડિયો પણ મળશે. તેમાં દરેક દેશના ઈતિહાસનો ખુબ જ રસપ્રદ રીતે બતાવવામાં આવ્યો છે.
READ ALSO
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર