GSTV
Home » News » Facebookને ખબર છે તમે છેલ્લે ક્યારે બનાવ્યા છે સંબંધ, અને બીજુ ઘણું બધુ…

Facebookને ખબર છે તમે છેલ્લે ક્યારે બનાવ્યા છે સંબંધ, અને બીજુ ઘણું બધુ…

લાખો મહિલાઓએ તેમની અંગત વાતો ફેસબુક સાથે શેર કરી છે. આ ડેટા પીરિયડ ટ્રેકિંગ એપ્સ દ્વારા ફેસબુકની પાસે પહોંચ્યા છે. આ જાણકારી પ્રાઈવસી ઈન્ટરનેશનલના એક રિપોર્ટમાંથી મળી છે. આ એપ્સ મહિલાઓની ખાનગી જાણકારી જેવી કે પીરિયડ શરૂ ક્યારે થયા અને ક્યારે બંધ થયા, યુઝરનો મૂડ, ક્રેવિંગ અને સેક્સ લાઈફ સાથે જોડાયેલી માહિતી કલેક્ટ કરે છે. તેમાં છેલ્લી વાર ક્યારે સેક્સ કરવામાં આવ્યુ અને કંઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યૂઝ કરી એવી ખાનગી જાણકારીઓનો સમાવેશ થાય છે.

ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ, આ જાણકારી ફેસબુકને મોકલવામાં આવી છે. અને ટાર્ગેટ એડ્સ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. જે બે એપ્સનું નામ સામે આવ્યુ છે. તેમાં Maya અને MIA Fem સામેલ છે. Mayaને ગૂગલ પ્લે અને એપ સ્ટોરમાંથી 5 મિલિયનથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે જ્યારે MIA Femના 2 મિલિયનથી વધારે યુઝર્સ છે.

Maya અને MIA Fem પીરિયડ ટ્રેકિંગ એપ્સ છે. આ બંને એપ્સ યુઝર્સ પાસેથી ઘણા પ્રકારની પર્સનલ ડીટેઈલ માંગે છે. આ બધી જાણકારી ફેસબુકને સોફ્ટવેર ડેવલોપર કિટ એટલેકે એસડીકે દ્વારા શેર કરવામાં આવી છે. ફેસબુક સોફ્ટવેર ડેવલોપમેન્ટ કિટ એક પ્રોડક્ટ છે. જે હેઠશ ડેવલોપર્સ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્સ બનાવે છે. જેના હેઠળ તેઓ ટ્રેક કરે છે અને ફેસબુકના જાહેરાત નેટવર્કનો ઉપયોગ કરીને પૈસા કમાય છે.

પ્રાઈવસી ઈન્ટરનેશનલે જાણ્યુ હતુકે, બંને Maya અને MIA Fem ફેસબુક સાથે ડેટા શેર કરી રહી છે. આ બંને એપ ઈન્સ્ટોલ કર્યા બાદ જેવી એપને ખોલીએ તેવી આ એપનો ડેટા ફેસબુકની  સાથે શેર કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ યુઝર્સનાં સેક્સુઅલ હેલ્થ ડેટા તેમની પરવાનગી વગર ફેસબુકને આપવામાં આવ્યા છે. જોકે, MIA Femએ યુઝર્સ પાસેથી પરવાનગી લીધી છે. પરંતુ આ એપે સ્પષ્ટ કર્યુ ન હતુકે, કયો ડેટા કલેક્ટ કરવામા આવા રહ્યો છે.

ફેસબુકે ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યુ છેકે, SDK પોલિસીના કોઈ પણ સંભવિત ઉલ્લંઘન પર ચર્ચા કરવા માટે પ્રાઈવસી ઈન્ટરનેશનલ દ્વારા ઓળખવામાં આવેલાં એપ સાથે સંપર્ક કરાયો છે. હાલ તે સ્પષ્ટ નથી કે ડેટા ફેસબુક સિવાય બીજા કોની કોની સાથે શેર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

વિચિત્ર રિવાજ! પતિ પહેલાં યુવતીએ અનેક પુરુષો સાથે બાંધવા પડે છે સંબંધ, માતા-પિતા જ બનાવીને આપે છે ખાસ ઝુંપડી

Bansari

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!