ધોરણ 12 બોર્ડની પરિક્ષામાં એક જ દિવસે લેવાશે આ બે પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

ધોરણ ૧૨ બોર્ડ પરિક્ષામાં સામાન્ય પ્રવાહના ઈતિહાસ અને તત્વ જ્ઞાનનું પેપર એક જ દિવસે લેવાશે. જેથી અનેક વિધાર્થીઓએ એક જ દિવસમાં બે પેપર આપવા પડશે. બોર્ડની સરળતા માટે રજુઆત બાદ પણ બોર્ડ વિધાર્થીઓને અગવડતા ભોગવવા મજબુર કરે છે. ત્યારે છેલ્લા ૩ વર્ષથી વાલીઓ, આચાર્ય અને બોર્ડના સભ્યોની રજુઆત હોવા છતાં બોર્ડ દ્વારા અવગણના કરાઇ રહી છે.
વાલીઓના આક્ષેપ છેકે બોર્ડના પરિક્ષા સચીવ અને ચેરમેન દ્વારા વિધાર્થીઓના હિતની વાત અવગણમાં આવી રહી છે. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ બાબતે બોર્ડે લેખિત ખાત્રી આપી હતી કે આવતા વર્ષથી પેપર એક દિવસે નહીં લેવાય છતા પણ બે વર્ષથી બે પેપર એક દિવસે લેવાય છે.
READ ALSO
- હાર્દિક પંડ્યા સાથે લગ્નને લઇને એલી અવરામનુ મોટું નિવેદન, કર્યો સૌથી મોટો ખુલાસો
- પ્રદૂષિત પાણીના નિકાલ મામલે આ 7 ઔદ્યોગિક એકમને તાત્કલિક અસરથી બંધ કરવા આદેશ
- અમદાવાદ શાહપુરના નાગોરીવાડમાં પથ્થરમારો, વાહનોમાં પણ આગચંપી
- અમદાવાદના છારાનગર-કુબેરનગરમાં 300 પોલીસ જવાન પહોંચ્યા અને દરોડા
- ગાંધીનગરઃ ચૂંટણી પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલી, જુઓ નવી યાદી
ADVERTISEMENT