GSTV
Home » News » મોદીને વડાપ્રધાન બનતાં રોકશે આ 2 કદાવર નેતાઓ, દિલ્હીનો રસ્તો જ બંધ કરી દેશે

મોદીને વડાપ્રધાન બનતાં રોકશે આ 2 કદાવર નેતાઓ, દિલ્હીનો રસ્તો જ બંધ કરી દેશે

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ચૂંટણીલક્ષી ગઠબંધન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની રાહમાં અડચણરૂપ બને તેવી શક્યતા છે. ભારતીય રાજકારણમાં જૂની ઉક્તિ છે કે દિલ્હીનો રસ્તો લખનૌ થઈને પસાર થાય છે. ત્યારે એબીપી ન્યૂઝ અને સી-વોટરના ચૂંટણી પહેલાના સર્વેક્ષણાં પણ આ ઉક્તિ પર મહોર લાગતી દેખાઈ રહી છે. આ સર્વેક્ષણ પ્રમાણે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીનું ગઠબંધન નહીં થવાની સ્થિતિમાં એનડીએને 2019ની લોકસભાની ચૂંટણીમાં 291 બેઠકો મળવાની શક્યતા છે અને આ આંકડો બહુમતી માટેની મેજિક ફિગર કરતા 19 બેઠકો વધુ મળે તેવી શક્યતા દર્શાવે છે. જો કે સમાજવાદી પાર્ટી અને બીએસપીના ચૂંટણી જોડાણ થવાની સ્થિતિમાં લોકસભામાં એનડીએની બેઠકો 2019ની ચૂંટણીમાં ઘટીને 247 સુધી પહોંચી જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બહુમતી માટે વધુ 25 સાંસદોના ટેકાની સરકાર બનાવવા માટે એનડીએને જરૂર પડશે.

ભાજપને માત્ર 28 બેઠકોથી સંતોષ માનવો પડે તેવી હાલની પરિસ્થિતિ

મહત્વપૂર્ણ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાન જીતમાં યુપીનું મોટું યોગદાન રહ્યું હતું. યુપીમાં 2014માં ભાજપને 80માંથી 71 બેઠકો પર જીત મળી હતી. તાજેતરના સર્વેક્ષણ મુજબઆજે ચૂંટણી થાય તો તેવી સ્થિતિમાં યુપીમાં એસપી અને બીએસપીના ગઠબંધનને પચાસ બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે ભાજપને માત્ર 28 બેઠકોથી સંતોષ માનવો પડે તેવી હાલની રાજકીય પરિસ્થિતિ છે. આ સર્વેક્ષણ મુજબ 2014ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ ભાજપને 43 બેઠકોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. જો આ મહાગઠબંધનમાં કોંગ્રેસ પણ સામેલ થશે, તો મહાગઠબંધનની બેઠકનો આંકડો વધવાની સંભાવના છે.

ઓડિશાની 21માંથી 15 બેઠકો ભાજપના ખાતામાં જાય તેવી શક્યતા

યુપીમાં ત્રણ લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં વિપક્ષની એકતાનો દમ એનડીએને જોવા મળ્યો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગોરખપુર, નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર બેઠક અને કેરાના બેઠક પર વિપક્ષની જીત આનું જ પરિણામ હતી. જો કે આ સર્વેક્ષણમાં એક મોટી ધ્યાન ખેંચનારી બાબત સામે આવી છે. તેના પ્રમાણે ઓડિશાની 21માંથી 15 લોકસભા બેઠકો ભાજપના ખાતામાં જાય તેવી શક્યતા સર્વેક્ષણમાં દર્શાવવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં યુપીએને સારી સફળતા મળવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

રાહુલ ગાંધીએ મોદી સામે પ્રિયંકાને ઉતારવાની તૈયારી કરી લીધી હતી,પણ આ કારણે પ્લાન બદલવો પડ્યો

Riyaz Parmar

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi

બોલીવુડ અભિનેત્રી કરિના કપૂરે ખોલ્યા દિલના રાઝ

Mansi Patel