ક્રિકેટ પ્રેમીઓને ઝાટકો, IPL 2019માંથી બહાર થયા આ બે દિગ્ગજ બેટ્સમેન

આઈપીએલ 2019 શરૂ થતા પહેલા ક્રિકેટ પ્રેમીઓને મોટો ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ઑલરાઉન્ડર અને એક સમયે આઈપીએલના મિલિયન ડૉલર બેબી રહેલા ગ્લેન મેક્સવેલ તથા બેટ્સમેન આરોન ફિંચે વર્ષ 2019માં ટી-20 લીગની થનારી હરાજીમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમનો વર્ષ 2019ના પ્રારંભિક સત્રમાં ઘણો વ્યસ્ત કાર્યક્રમ છે અને ટીમે ઈંગ્લેન્ડમાં યોજાનારો વન-ડે વિશ્વકપ તથા ત્યારબાદ એશિઝ સીરીઝમાં પણ રમવાનું છે, જેને ધ્યાનમાં રાખીને મેક્સવેલ અને ફિંચે આઈપીએલના 12મા સંસ્કરણની હરાજીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

આઈપીએલના 12મા સત્ર માટે જયપુરમાં 18 ડિસેમ્બરે હરાજી પ્રક્રિયા આયોજીત કરવામાં આવશે, જેમાં આ વખતે 232 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1003 ખેલાડી હરાજીમાં પોતાનુ ભાગ્ય અજમાવશે. વર્ષ 2018માં ખાસ્સા ચર્ચિત રહેલા ઈંગ્લેન્ડના ઑલરાઉન્ડર સેમ કરેન બે કરોડ રૂપિયાના બેસ પ્રાઇસની સાથે નવ કેપ્ડ ખેલાડીઓમાં સામેલ છે.

આ ગ્રુપમાં શ્રીલંકાના ઝડપી બોલર લસિત મલિંગા પણ સામેલ છે. જેણે ગયા સત્રમાં મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટરની ભૂમિકા નિભાવી હતી. નવેમ્બરમાં મેક્સવેલ અને ફિંચને તેની ફ્રેન્ચાઈઝીઓએ ટીમમાંથી રિલીઝ કર્યો હતો અન નવી ટીમોની સાથે તેઓ ફક્ત એક જ સત્ર રમ્યા છે. દિલ્હી કેપિટલ્સે મેક્સવેલને રિલિઝ કર્યો હતો. જેની સાથે જાન્યુઆરીમાં ટીમે નવ કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો, જ્યારે ફિંચને કિંગ્સ ઇલેવન પંજાબે 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter