સુરતના આ બે બાળકો પતંગ ઉતારવા જતાં વીજ કરંટના શિકાર બન્યા, વાલીઓ માટે ચેતવણી

સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપા દ્વારા નિર્માણ કરાયેલા આવાસની અગાશી પર રમતા બે બાળકોને વીજ કરંટ લાગ્યો છે. વીજળીના તાર પર લટકતા પતંગને કાઢવા જતા આ ઘટના ઘટના બની હતી. આ બંને બાળકોને વીજ કરંટ લાગતા આર્યન વાનખેડે નામનું બાળક ખૂબજ ગંભીર રીતે દાઝી ગયું છે. જેને હોસ્પિટલમાં સઘન સારવાર અપાઇ રહી છે. આ ઘટનામાં વીજ કરંટ એટલો તિવ્ર ગતિએ લાગ્યો હતો કે અગાશીની ટાઇલ્સ ઉખડી ગઇ હતી. તો પરિવારજનોનો આક્ષેપ છેકે આટલી ગંભીર ઘટના હોવા છતા 108 એમ્બ્યૂલન્સ અડધો કલાક વીતવા છતા આવી ન હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter