GSTV

ભાઈ-બહેન વચ્ચે શું ઝઘડા થાય છે? સંબંધ મજબૂત બનાવવા હોય તો કરો ફક્ત આટલું

Last Updated on August 13, 2019 by Karan

દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને ઝઘડો જો કોઇ વચ્ચે થતો હોય તો તે ભાઇ-બહેનો વચ્ચે થાય છે. તેમની રિલેશનશિપ શેરિંગ અને કેરિંગની હોય છે. તેઓ હંમેશા માટે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડસ બનીને રહે છે. પરંતુ તેમના વચ્ચે હંમેશા નજીવી બાબતે ઝઘડાઓ અને રીસામણા-મનામણા થતા રહે છે.

જો આ ઝઘડાઓ વિવાદમાં પરિણામે અને સંબંધમાં કડવાશ પેશી જાય તો, તો જલ્દીથી સંબંધમાં પોતાના ઇગોને છોડીને પ્રેમ રૂપી મીઠાસ ઘોળવી જોઇએ. આખરે ભાઇ-બહેનનો સંબંધ જ એવો છે, કંઇક મીઠો કંઇક ખાટો. આ રક્ષાબંધનના ત્યોહાર પર તમારા સંબંધને વધુ મજબુત બનાવવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

1. જો તમે તમારા મોટા કે નાના ભાઇ-બહેન સાથે ઘણા સમયથી વાતચીત નથી કરી તો, સૌથી પહેલા તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરો. વાતચીત કરવાથી જ મનની કડવાશ દૂર થાય છે. બાળપણની મીઠી યાદોને સાથે બેસીને વાગોળો.

2. ભાઇ-બહેનની કોઇ વાતનું દુ:ખ લગાડવાના બદલે એ વિચારો કે, તેમણે આ વાત તમને પોતાના સમજીને જ કહીં હશે. કોઇ વાતનું ખોટું લાગે તો માફી માંગવાનું કહો, જો કે કોઇ તમારી માફી નહીં માગે, પરંતુ આવું કહેવાથી તમારું મન હળવું થઇ જશે. ભાઇ-બહેનની સફળતાની ઇર્ષા કરવાને બદલે ખુશ થાઓ. તેમની સાથે ઇર્ષાની લાગણી ન રાખો.

3. બાળપણમાં તમે જયારે અભ્યાસમાં ધ્યાન ન આપતા, ત્યારે માતા-પિતા તમારા ભાઇ-બહેનના વખાણ કરતા. ત્યારે તમને બહુ ખોટું લાગતું, પરંતુ તે ફકત તમને પ્રોત્સાહન આપવા માટે જ કહેતા હતા. જ્યારે કલાસની પરીક્ષામાં સારા માર્ક આવવાના કારણે તમારા નાના ભાઇને પપ્પાએ સાઇકલ લઇ આપી હતી, ત્યારે તમને ખરાબ લાગ્યુ હતુ. આ બધી જ વાતો ભૂતકાળ બની ગઇ છે, તેને તમારા વર્તમાનના સંબંધો પર અસર ના થવા દો. જીવનમાં નવી શરૂઆત કરવા માટે સંબંધોમાં નવી પહેલ કરો, અને સકારાત્મક પગલાઓ લો. 

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!