GSTV
Home » News » શિક્ષક દિન : રાજ્યના આ ત્રણ ગામો ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે

શિક્ષક દિન : રાજ્યના આ ત્રણ ગામો ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે

શિક્ષકોનું ગામ, હા દરેક ગામની કોઈ ને કોઈ ખાસિયત હોય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકામાં આવેલા ૩ અલગ અલગ ગામ ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે. આ ત્રણ ગામો મહીને ચાર કરોડથી વધુ પગાર સરકારનો મેળવે છે. તો કેમ આ ગામોને મળી શિક્ષકોના ગામ તરીકેની ઓળખ. અને શી વિશેષતા છે આ ગામોની..? જોઈએ આ વિશેષ અહેવાલમાં.

દરેક ગામો પોતે કૈક વિશેષતા ધરાવતા હોય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના હડીયોલ, ગઢોડા અને આકોદરા આ ત્રણ ગામોની પણ એક અનોખી વિશેષતા છે. આ ત્રણ ગામો વિષે એવું કહેવાય છે કે ગુજરાત રાજ્યનો એક પણ તાલુકો એવો નહિ હોય કે જ્યાં આ ત્રણ ગામોના શિક્ષકો નાં હોય. હા, માન્યામાં ના આવે પણ આ સાચી વાત છે. કેમ કે આ ગામોની ઓળખ જ શિક્ષકોના ગામ તરીકે. હિમતનગરથી માત્ર ૫ કિલોમીટરના અંતરે આવેલા ત્રિવેણી સંગમ જેવા હડીયોલ, ગઢોડા અને આકોદરા ગામના કોઈ પણ ઘરે તમે જઈને ઉભા રહો તો તમને એ ઘરમાંથી ત્રણથી ચાર શિક્ષકો આસાનીથી મળી આવવાના.

એક અંદાજ મુજબ જોવા જઈએ તો હડીયોલ ગામના હાલમાં ૭૦૦ વધુ શિક્ષકો આજે ગુજરાતના ખૂણે ખૂણામાં બાળકોને શિક્ષણ આપી નવી પેઢીને તૈયાર કરી રહ્યા છે. તો ગઢોડા ગામના પણ હાલમાં ૪૦૦ થી વધુ અને આકોદરા ગામના ૩૦૦ જેટલા શિક્ષકો ગુજરાતભરમાં શિક્ષણની જ્યોત જલતી રાખી રહ્યા છે. શિક્ષણ મેળવી શિક્ષક બનવું અને અન્યોને શિક્ષણ આપવું એ આ ત્રણ ગામોની ખાસિયત રહી છે. જો કે આટલા બધા શિક્ષકોને તૈયાર કરવાનો જો કોઈને શ્રેય જતો હોય તો તે શ્રેય જાય છે અહીની વિશ્વ મંગલમ -અનેરા નામની ગાંધીવાદી સંસ્થાને. જે વખતે દીકરીઓને ભણાવવાની પ્રથા જ ન હતી તે વખતે અનેરના સ્થાપક ગોવિંદભાઈ રાવલ અને સુમતિબેન રાવલે ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા અને દીકરીના શિક્ષણ માટે જાગૃત કરેલા.

વર્ષ ૧૯૫૯થી સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખ્યો અને દીકરાઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરુ કર્યા. ભાજપ સરકાર કરતા પણ પહેલા કન્યા કેળવણીની શરૂઆત આ વિસ્તારમાં થયેલી અને આજે આ ત્રણ ગામોની ૩૦૦ થી વધુ દીકરીઓ ગર્વભેર ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિધ્ધાંતો અન્યોને આપી રહ્યા છે.

હાલમાં આ ગામોમાં શિક્ષકની નોકરી કરતા તો અનેકો છે. પણ સાથે સાથે શિક્ષકની નોકરી કરી રીટાયર્ડ થયેલા લોકોની સંખ્યા પણ ઓછી નથી. વાત કરીએ હડીયોલ ગામના શિક્ષકોની તો આ જ શાળામાં ફરજ બજાવી નિવૃત થનારા ત્રણ શિક્ષકોને તો રાષ્ટ્રપતિના હાથે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. તો શિક્ષણ વિભાગનું માનીએ તો દર મહીને ગુજરાત સરકારનાં ચાર કરોડથી વધુ રકમનો પગાર તો આ ત્રણ ગામોના શિક્ષકોના ખાતામાં જમા થાય છે. શિક્ષિત થઈને અન્યોને શિક્ષિત કરવા એ આ ત્રણ ગામોનો નિયમ પહેલાથી જ રહ્યો છે અને એ નિયમ મુજબ જ આ ગામોની આવનારી પેઢી પણ એન્જીનીયરીંગ કે ડોકટરી લાઈન લેવાની જગ્યાએ પી.ટી.સી કે બી.એડ કરી શિક્ષકની નોકરી કરવાનું વધુ પંસદ કરે છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!